<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

ખેડૂતોની માંગણીઓ માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા દલ્લેવાલની હાલત વધુ કફોડી: સારવાર કરાવવાનો ઈન્કાર

ખેડૂતો શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી માંગીને વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના સમર્થનમાં દલ્લેવાલ 26 નવેમ્બર 2024થી ભૂખ હડતાળ પર છે.

ખેડૂતોની માંગણીઓ માટે પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પર 50 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની હાલત ખરાબ થઈ ગઈ છે.

   ડલ્લેવાલના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખતા ડૉક્ટર અવતાર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે સોમવારે સાંજે ખેડૂત નેતાની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી અને તેમનું બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે નીચે આવ્યું હતું. 

  સિંહે જણાવ્યું કે સોમવારે પથારી પર સૂતી વખતે ડલ્લેવાલને ઉલ્ટી પણ થઈ હતી. જો કે, તેમની તબિયત સતત બગડતી હોવા છતાં, ડલ્લેવાલે તબીબી સહાય લેવાનો ઇનકાર કર્યો છે.

  ખેડૂતો શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી માંગીને વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના સમર્થનમાં દલ્લેવાલ 26 નવેમ્બર 2024થી ભૂખ હડતાળ પર છે. 

 દરમિયાન, ખેડૂત નેતા અભિમન્યુ કુહાડે કહ્યું કે કૈથલના ખેડૂતોનું એક જૂથ દલ્લેવાલના સમર્થનમાં દાતાસિંહ વાલા-ખનૌરી કિસાન મોરચામાં પહોંચ્યું છે. કુહાડે કહ્યું કે દલ્લેવાલ પાણી પણ પીતા નથી અને પાણી પીધા પછી તેને ઉલ્ટી થઈ રહી છે.

(11:38 PM IST)