તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
ઓડિસા સરકારની મોટી જાહેરાત :ઈમરજન્સી વેળાએ જેલમાં ગયેલા લોકોને દર મહિને 20 હજાર રૂપિયા પેન્શન મળશે
ઓડિશામાં મોહન ચરણ માંઝીની સરકારે મોટી જાહેરાત કરી :દર મહિને 20 હજાર રૂપિયા પેન્શન અને મફત મેડિકલ સુવિધા આપવામાં આવશે.

ઓડિશાની ભાજપ સરકારે 'ઇમરજન્સી' દરમિયાન જેલમાં બંધ લોકો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે દર મહિને 20 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. રાજ્યના ગૃહ વિભાગે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. અગાઉ 2 જાન્યુઆરીએ સીએમ મોહન ચરણ માંઝીએ આંતરિક સુરક્ષા અધિનિયમ, ભારતના સંરક્ષણ નિયમો અથવા ભારતના સંરક્ષણ અને આંતરિક સુરક્ષા નિયમો હેઠળ કટોકટી દરમિયાન ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ લોકો માટે માસિક પેન્શનની જોગવાઈની જાહેરાત કરી હતી.
ઈમરજન્સી દરમિયાન જેલમાં ગયેલા તમામ લોકોની સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2025 સુધી જીવિત લોકોને પેન્શન અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. 25 જૂન 1975થી 21 માર્ચ 1977ની વચ્ચે સેંકડો લોકોને ઈમરજન્સીનો વિરોધ કરવા બદલ દેશભરની વિવિધ જેલોમાં કેદ કરવામાં આવ્યા હતા.
નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે જીવિત વ્યક્તિઓ (જેઓ 1 જાન્યુઆરી, 2025 સુધી જીવિત છે), તેઓ ગમે તેટલા સમય સુધી જેલમાં રહ્યા હોય, તેમને પેન્શન આપવામાં આવશે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે આ લાભો 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે અને તે તારીખ પહેલાંના કોઈપણ સમયગાળા માટે કોઈ લાભ આપવામાં આવશે નહીં.
હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ અને આસામમાં ઈમરજન્સી દરમિયાન જેલમાં બંધ લોકોને પેન્શન આપવામાં આવે છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
