News of Monday, 13th January 2025
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ભારતનો એક યુવાન હોમાઈ ગયો: અન્યને ગંભીર ઇજા
યુદ્ધમાં કેરળના ૩૨ વર્ષના બીનિલ ટીબીનું મોત નીપજ્યું: તે કેરળના ત્રિશૂર જિલ્લાના વડક્કનચેરીનો રહેવાસી : ઘાયલ થયેલ વ્યક્તિ ૨૭ વર્ષનો જૈન ટી કે છે

રશિયા અને યુક્રેન વચ્ચે રહેલા યુદ્ધમાં કેરળના ૩૨ વર્ષના બીનિલ ટીબીનું મોત નીપજ્યું છે. તે કેરળના ત્રિશૂર જિલ્લાના વડક્કનચેરીનો રહેવાસી હતો. જયારે ઘાયલ થયેલ વ્યક્તિ ૨૭ વર્ષનો જૈન ટી કે છે તે પણ આ જ વિસ્તારનો રહેવાસી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બીનિલ અને જૈન ઘરે પાછા આવવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા હતા. ગયા મહિને જ તેમણે ઘણાં વોઇસ મેસેજ મોકલ્યા હતા
થોડા દિવસો પહેલા બીનિલના પરિવારને માહિતી મળી હતી કે ડ્રોન હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. પરંતુ પરિવારના સભ્યો તેમનો સંપર્ક કરી શક્યા ન હતા. બીનિલ અને જૈનના સંબંધી સનિશે જણાવ્યું હતું કે, 'બીનિલની પત્ની જોસી મોસ્કોમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે અને તેમને આ માહિતી ત્યાંથી મળી છે. અધિકારીઓએ તેમને કહ્યું કે બીનિલ મૃત્યુ પામ્યો છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
