તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Monday, 13th January 2025
ડિલિવરી કરાવીને ડોક્ટરો ડ્રિન્ક પીવા જતા રહ્યા અને મહિલા વધુ રક્તષાાવથી મૃત્યુ પામી
મલેશિયાની કોર્ટે બે ડોક્ટરોને બેદરકારી દાખવવા બદલ ૧૧.૪૨ કરોડ રૂપિયાનું વળતર દરદીના પરિવારજનોને આપવાનો આદેશ આપ્યો

કુઆલાલકપુર, તા.૧૩: ૨૦૧૯માં બનેલી એક ઘટનામાં મલેશિયાની કોર્ટે બે ડોક્ટરોને બેદરકારી દાખવવા બદલ ૧૧.૪૨ કરોડ રૂપિયાનું વળતર દરદીના પરિવારજનોને આપવાનો આદેશ આપ્યો છે. એ ઘટનામાં ૩૬ વર્ષની પુનિતા મોહન નામની મહિલાનું મૃત્યુ થયું હતું. પુનિતાએ બીજા બાળકને જન્મ આપ્યો હતો અને એ પછી તેની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. તેને ખૂબ રક્તસ્રવ થયો હતો અને એ વખતે ડ્યુટી પરના બે ડોક્ટરો તેને એકલી મૂકીને ડ્રિન્ક્સ માટે જતા રહ્યા હતા. ડોક્ટરોએ બેદરકારી દાખવતાં ખૂબ લોહી વહી જવાને કારણે પુનિતાનું મૃત્યુ થયું હતું અને એ માટે મલેશિયન હાઈ કોર્ટે મેડિકલ નેગ્લિજન્સ ગણીને ડોક્ટરોને દોષી ગણાવી કોર્ટે વળતર આપવાનો ચુકાદો આપ્યો છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
