<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

૩૮મો સૂરજકુંડ અંતરરાષ્ટ્રીય શિલ્પ મેળો ૭થી૨૩ ફેબ્રુઆરી

હરિયાણાની જનતાને આ ક્ષેત્રો ની વિવિધ સંસ્કૃતિયોનો અનુભવ કરવાની તક મળશે

ફરીદાબાદ: ૩૮મો સૂરજકુંડ અંતરરાષ્ટ્રીય શિલ્પ મેળાને માટે ઓરિસ્સા અને મધ્યપ્રદેશને થીમ રાજ્યના રૂપમાં પસંદ કરવામાં આવેલ છે. તે ઉપરાંત વિમ્સટેક રાષ્ટમાં બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા અને થાઈલેન્ડ અંતરરાષ્ટ્રીય સંગઠન છે અને નોર્થ ઈસ્ટ હૈન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એસોસીએશન મેળાના સાંસ્કૃતિક ભાગીદાર છે. તેની સાથે જ દિલ્હી મેટ્રો આ આયોજનને માટે ટિકટિગ પાર્ટીનર છે. આ મેળો તા.૭થી૨૩ ફેબ્રુઆરી (૧૭ દિવસ) સુધી ફરીદાબાદ  સુરજકુંડ પરિસરમાં ચાલશે. આ મેળો સંપૂર્ણ રીતે ડિજિટલ હશે અને તેના વિશે તમામ પ્રસંગિક જાણકારી ઉપલબ્ધ થશે. આ કાર્યક્રમ દરમિયાન હરિયાણાની સમૃદ્ધ સંસ્કૃતિને અન્ય રાજ્યો અને વિમ્સટેક દેશોની સાથે ભાગીદારી કરવામાં આવી છે. તેની સાથે જ હરિયાણાની જનતાને આ ક્ષેત્રો ની વિવિધ સંસ્કૃતિયોનો અનુભવ કરવાની તક  મળશે

(11:11 PM IST)