તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
ઉત્તર પ્રદેશના કનૌજમાં પોલીસની બસની બ્રેક ફેલ થતા ગોઝારો અકસ્માતઃ એક મહિલાનું મોતઃ કેટલાક લોકો ઘાયલ
અકસ્માત સ્થળે આવેલા પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટનાના દૃશ્યો

કન્નૌજ : ઉત્તર પ્રદેશના કનૌજમાં પોલીસની બસની બ્રેક ફેલ થવાના કારણે મોટી દુર્ઘટના થઈ ગઈ. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત પણ થઈ ગયું છે. જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વીડિયો પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. જે હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બેકાબૂ થયેલી બસ ફુલ સ્પીડમાં પેટ્રોલ પંપ પર આવે છે, જે બાદ અફરા તફરી મચી જાય છે.
સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસની બેકાબૂ થયેલી બસ ફુલ સ્પીડમાં આવી રહી છે. આ દરમ્યાન રસ્તો પાર કરી રહેલી એક બાઈક સવાર મહિલાને બસે ટક્કર મારી. મહિલા ત્યાં પડી ગઈ અને તેનું મોત થઈ ગયું. ત્યાર બાદ બસ ફુલ સ્પીડમાં પેટ્રોલ પંપ તરફ જવા લાગી.
બાઈકને ટક્કર માર્યા બાદ બસ પેટ્રોલ પંપ તરફ ગઈ તો ત્યાં હાજર લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા. પેટ્રોલ પંપની દીવાલ સાથે ટકરાઈને બસ રોકઈ ગઈ, પણ આ દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થઈ ગયા. બસમાં સવાર પોલીસ કર્મી ચોંકી ગયા અને બસ રોકાતાની સાથે ફટાફટ ઉતરવા લાગ્યા હતા.
તો વળી આ ઘટનામાં મહિલાના મોતની સૂચના મળતા પોલીસે લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. કહેવાય છે કે કન્નૌજ રેલવે સ્ટેશન પર થયેલી દુર્ઘટનાની જાણકારી મેળ્યા બાદ પોલીસની બસ બચાવ કાર્ય માટે જઈ રહી હતી. આ દુર્ઘટનામાં રસ્તામાં દુર્ઘટના થઈ ગઈ.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
