<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

આસામમાં HMPV વાયરસનો બીજો કેસ : ૧૦ મહિનાની બાળકીનો રીપોર્ટ પોઝીટીવ

નવી દિલ્‍હી, તા.૧૧: ભારતમાં HMPV વાયરસના કેસ ઝડપથી વધી રહ્‍યા છે. હવે આસામમાં એક નવો  કેસ આવ્‍યો છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, ૧૦ મહિનાના બાળકને હ્યમન મેટાપ્‍યુનોવાયરસ (HMPV) ચેપ હોવાનું નિદાન થયું છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે બાળક દિબ્રુગઢની આસામ મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે અને હવે તેની તબિયત સ્‍થિર છે.

AMCH સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ડૉ. ધ્રુબજ્‍યોતિ ભુઇયાએ જણાવ્‍યું હતું કે બાળકને ચાર દિવસ પહેલા શરદી અને ખાંસીના લક્ષણો સાથે સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો.

હોસ્‍પિટલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટે જણાવ્‍યું હતું કે ICMR–RMRC, લાહોવાલ તરફથી પરીક્ષણ પરિણામો પ્રાપ્‍ત થયા પછી ગઈકાલે HMPV ચેપની પુષ્ટિ થઈ હતી. ભુઇયાએ જણાવ્‍યું હતું કે ઈન્‍ફલ્‍યુએન્‍ઝા અને ફ્‌લૂના કેસોમાં પરીક્ષણ માટે નમૂનાઓ નિયમિતપણે ભારતીય તબીબી સંશોધન પરિષદને મોકલવામાં આવે છે, અને આ અહેવાલ તેમાં આવ્‍યો છે.

ધ્રુબજ્‍યોતિ ભુઇયાએ વધુમાં જણાવ્‍યું હતું કે તે એક નિયમિત તપાસ હતી જે દરમિયાન HMPV ચેપ મળી આવ્‍યો હતો.

 બાળક હવે સ્‍થિર છે. આ એક સામાન્‍ય વાયરસ છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી

(4:34 PM IST)