<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

AAPના ધારાસભ્‍યનું ગોળી વાગવાથી શંકાસ્‍પદ હાલતમાં મૃત્‍યુ

લુધિયાણામાં મોડી રાતે બની ઘટના

લુધિયાણા, તા.૧૧: આમ આદમી પાર્ટીના લુધિયાણા પશ્‍ચિમના ધારાસભ્‍ય ગુરપ્રીત ગોગી બસ્‍સીનું શુક્રવારે મોડી રાતે ઘરે શંકાસ્‍પદ હાલતમાં ગોળી વાગવાથી મળત્‍યુ થયું હતું. ગોળી તેમના માથામાં વાગી હતી, પરંતુ કોણે ચલાવી તે હજુ સુધી સ્‍પષ્ટ થયું નથી.

ડીસીપી જસકરણ સિંહ તેજાએ જણાવ્‍યું, ગુરુપ્રીત ગોગીનું હોસ્‍પિટલ પહોંચતા સુધીમાં મળત્‍યુ થઈ ગયું હતું. ઘટના રાતે લગભગ ૧૨ કલાકે બની હતી. મોતનું સાચું કારણ જાણવા પોસ્‍ટ મોર્ટમ કરવામાં આવશે.

ગોળીનો અવાજ સાંભળીને ઘરના સભ્‍યો તથા સુરક્ષામાં તૈનાત લોકો રૂમમાં પહોંચ્‍યા હતા. જ્‍યાં તેઓ લોહીલુહાણ પડયા હતા. તેમને તરત જ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા, જ્‍યાં ડોક્‍ટરોએ ચેક કરીને મળત જાહેર કર્યા હતા. સૂચના મળતાં જ પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ સ્‍થળ પહોંચી ગયા હતા.

ગોગી શુક્રવારે રાત્રે પ્રાચીન શીતળા માતા મંદિરમાં થયેલી ચોરી મુદ્દે ચાલતા વિરોધમાં સામેલ થયેલા લોકોને મળ્‍યા હતા. તેમની રજૂઆત સાંભળ્‍યા બાદ ઘરે પહોંચ્‍યા હતા. જે બાદ આ ઘટના બની હતી.(

(9:50 AM IST)