<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ફેસબૂક પર થયો પ્રેમઃ કાશ્મીરની ખીણો છોડીને 1300 KM કાર ચલાવી, MBBS ગર્લફ્રેન્ડ સાથે UP પહોંચી, પ્રેમી સાથે કર્યા લગ્ન

પતિએ પોલીસને જણાવ્યું કે યુવક તેની પત્નીને સોશિયલ મીડિયા દ્વારા ગેરમાર્ગે દોરીને તેની સાથે ભાગી ગયો, પત્ની તેની સાથે રોકડ અને સોનું પણ લાવી છે પોલીસ દ્વારા ઘટનાની તપાસ

નવી દિલ્હી તા.૮ :ફેસબુક પર મિત્રતા અને પછી પ્રેમમાં પડ્યા બાદ જમ્મુ-કાશ્મીરની એક યુવતી યુપીના રાયબરેલીમાં આવી અને યુવક સાથે લગ્ન કરી લીધા. આ વાતની જાણકારી મળતાં યુવતીનો પતિ મંગળવારે પોલીસ પાસે ગયો અને ન્યાયની અરજી કરી. પતિએ પોલીસને જણાવ્યું કે યુવક તેની પત્નીને સોશિયલ મીડિયા દ્વારા ગેરમાર્ગે દોરીને તેની સાથે ભાગી ગયો હતો. પત્ની તેની સાથે રોકડ અને સોનું પણ લાવી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

પંજાબના મોહાલી જિલ્લાના ધકોલી પોલીસ સ્ટેશન વિસ્તારના પાઈન હોમ્સના રહેવાસી વિનોદ કુમારે વર્ષ 2017માં જમ્મુ અને કાશ્મીર પ્રાંતના શ્રીનગરના રહેવાસી અબીરલ સાથે આર્ય મંદિરમાં લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા દ્વારા અબીરલને રાયબરેલી જિલ્લાના દિહના રહેવાસી ડૉ. ફૈઝાન અહેમદ સાથે પ્રેમ થયો. તે તેના પતિને છોડીને ગત ડિસેમ્બરમાં તેના પ્રેમીને મળવા કારમાં તેના પ્રેમીના ઘરે આવી હતી.

(4:52 PM IST)