News of Wednesday, 8th January 2025
હુ..હુ..હુ..હુ... રાજકોટ ૭.૩ ડીગ્રીથી ઠુઠવાયુ
નલિયા-ગિરનાર ૩.૪ : ડીસા ૮.૮, ભુજ ૯.ર, જામનગર ૧૧, અમરેલીમાં ૧૧.૭ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી પારો સતત નીચે જાય છે. જેના કારણે ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે.
આજે કચ્છના નલીયા અને ગિરનાર પર્વત ઉપર સૌથી નીચુ ૩.૪ ડીગ્રી, રાજકોટમાં ૭.૩ ડીગ્રી, ડીસા ૮.૮, ભુજ ૯.ર, જામનગર ૧૧, અમરેલીમાં ૧૧.૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારે તાપમાનમાં ઘરખમ ઘટાડો થતાં સિઝનનું સૌથી નીચું ૩.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગઈકાલે ગિરનાર પર્વત પર ૧૦ ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો એક જ દિવસમાં ૬.૬ ડિગ્રી ઘટીને ૩.૪ ડિગ્રીએ સ્થિર થતાં સમગ્ર ગિરનાર પર્વત ઠંડોગાર થઈ ગયો હતો. તેના પરિણામે પર્વત પર પાણી બરફ જેવું થઈ ગયું હતું.
એક જ દિવસમાં ૬.૬ ડિગ્રી ઠંડી વધતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકોની હાલત દયાજનક થઈ ગઈ હતી.
જુનાગઢ શહેરમાં ગઈકાલે સવારે લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે ૬.૬ ડિગ્રી ઘટીને ૮.૪ ડિગ્રી નોંધાતા સીઝનની સૌથી વધુ ઠંડી અનુભવાય હતી. કાતિલ ઠંડીનું મોજુ ફરી વળવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને સવારે ધુમ્મસનું પણ આક્રમણ થયું હતું. તેના પરિણામે ઠંડી વધુ કાતિલ બની હતી.
સવારે ૭.૫ કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફૂકાતા વાતાવરણ બરફીલું થઈ ગયું હતું.આજની ઠંડીના કારણે લોકોના રોજિંદા વ્યવહાર અને કામકાજ પર પણ અસર થઈ હતી.
ભાવનગર : (મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં લઘુતમ ડીગ્રીમાં વધુ એક ડીગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધ્યું છે. આજે બુધવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ઘટીને ૧ર.૬ ડીગ્રી નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૬ કિ. મી. પ્રતિ કલાકની રહી હતી. (પ-૬)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ૩.૪ ડીગ્રી
અમદાવાદ ૧ર.૧ ડીગ્રી
અમરેલી ૧૧.૭ ડીગ્રી
બરોડા ૧૧.૪ ડીગ્રી
ભાવનગર ૧ર.૬ ડીગ્રી
ભુજ ૯.ર ડીગ્રી
દમણ ૧પ.૪ ડીગ્રી
ડીસા ૮.૮ ડીગ્રી
દીવ ૧પ.૦ ડીગ્રી
દ્વારકા ૧૩.૮ ડીગ્રી
જામનગર ૧૧.૦ ડીગ્રી
કંડલા ૧ર.૪ ડીગ્રી
ઓખા ૧૮.૬ ડીગ્રી
પોરબંદર ૧ર.૦ ડીગ્રી
રાજકોટ ૭.૩ ડીગ્રી
સુરત ૧પ.પ ડીગ્રી
વેરાવળ ૧પ.૮ ડીગ્રી
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
