હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 8th January 2025
પ્રયાગરાજમાં કડકડતી ઠંડીમાં સવારે ચાર વાગ્યે પ્રમોદગિરિ મહારાજનું ૬૧ ઘડા પાણીથી સ્નાન

પ્રયાગરાજ, તા.૮: પ્રયાગરાજમાં મહાકુંભ માટે દેશના ખૂણે-ખૂણેથી નાગા સાધુઓ પહોંચી રહ્યા છે અને તેઓ હઠ યોગની કઠોર તપસ્યાનું પ્રદર્શન કરતા જોવા મળે છે. એવામાં શંભુ પંચાયતી અટલ અખાડાના પ્રમોદગિરિ મહારાજે સવારે ૪ વાગ્યે ઊઠીને? શિયાળાની કડકડતી ઠંડીમાં ૬૧ ઘડા ભરેલા પાણીથી સ્નાન કર્યું હતું. આમ તો આ રસમ ૪૧ દિવસ સુધી રોજ કરવાની હોય છે, પણ મહાકુંભમાં જગ્યા અને સમયના અભાવે આ રસમ માત્ર ૨૧ દિવસ કરવામાં આવશે. આ અનોખા અનુષ્ઠાનના પહેલા દિવસે ૫૧ ઘડા ભરેલા પાણીથી શરૂઆત કરવામાં આવી હતી. એ પછી દરરોજ તિથિ મુજબ બે કે ત્રણ ઘડા પાણી વધારીને લેવામાં આવે છે. ગઈ કાલે પ્રમોદગિરિ મહારાજે ૬૧ ઘડા પાણીથી સ્નાન કર્યું હતું.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
