તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Monday, 6th January 2025
કોર્ટના આદેશ છતાં હાજર ન થવું તે એક સ્વતંત્ર ગુનો છે : સુપ્રીમ કોર્ટ
મૂળ કેસમાં નિર્દોષ છૂટે તો પણ આરોપીને ગેરહાજર રહેવાની સજા થઈ શકે

નવી દિલ્હી, તા.૬: સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે કોર્ટે આરોપીને હાજર થવાનો આદેશ આપ્યો હોય અને તે હાજર ન થયો હોય તો તે એક સ્વતંત્ર ગુનો બને છે. તેની સામે મૂળ કેસ રદ થયો તો પણ આ સ્વતંત્ર ગુના હેઠળ તેની સામે કાર્યવાહી થઈ શકે છે.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જૂન ૨૦૨૩ના ચુકાદાને પડકારતી અપીલ પર સર્વોચ્ચ અદાલતે ૨ જાન્યુઆરીએ પોતાનો આ ચુકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે એવા કાનૂની સવાલની સુનાવણી કરી હતી કે CrPCની જોગવાઈ હેઠળ આરોપીને ઘોષિત કે ફરાર ગુનેગાર જાહેર કરાયો હોય અને તે આરોપી સમાન ગુના માટે ટ્રાયલ દરમિયાન નિર્દોષ છૂટે તો તેને ઘોષિત ગુનેગાર ગણાય કે નહીં.
ન્યાયાધીશ સીટી રવિકુમાર અને સંજય કરોલ બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે કલમ ૧૭૪A IPCનો ગુનો એક એક સ્વતંત્ર અને મોટો ગુનો છે. જો કલમ ૮૨ CrPC હેઠળનો ઘોષિત ગુનેગારનો આરોપ દૂર કરવામાં આવે તો તે ચાલુ રહી શકે છે. તે સ્વતંત્ર ગુનો છે.
અગાઉના ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ ૮૨ આરોપીને ફરાર જાહેર કરવા સંબંધિત છે. અગાઉના ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ૧૭૪Aએ આવા ફરાર જાહેર કરાયેલા આરોપીને કોર્ટમાં હાજર ન થવા સંબંધિત છે.
કોર્ટે જણાવ્યું હતું કે CrPC કલમ ૮૨ હેઠળ કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ અપાયો હોય તેવા વ્યક્તિએ કોર્ટમાં હાજર થવું પડે છે. બીજી તરફ આઇપીસીની કલમ ૧૭૪નો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ વ્યક્તિની હાજરીની જરૂર હોય તેવા કોર્ટના આદેશની અવગણના માટે સજા કરવાનો છે. સીઆરપીસીની કલમ ૮૨ હેઠળનો સ્ટેટેસ રદ થયો હતો એટલે કે પછીની ગતિવિધિને કારણે તેને કોર્ટમાં હાજર થવાની જરૂર ન હોય, તો પણ તેની સામે કાર્યકારી ચાલુ રહી શકે છે, કારણ કે તે આવા ઘોષિત સમયગાળા દરમિયાન કોર્ટમાં હાજર થયો ન હતો.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
