News of Saturday, 4th January 2025
અનુપ્રિયા અને મંત્રી આશિષ પટેલ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા:યોગી સરકાર પર લગાવ્યા હતા આરોપો
યોગી સરકારમાં ખેંચતાણ વચ્ચે એનડીએમાં ભાજપના સાથી પક્ષ અપના દળના નેતા અનુપ્રિયા પટેલ અને યુપી સરકારમાં મંત્રી રહેલા તેમના પતિ આશિષ પટેલે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી

નવી દિલ્હી : એનડીએમાં ભાજપના સાથી પક્ષ અપના દળના નેતા અનુપ્રિયા પટેલ અને ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી એવા તેમના પતિ આશિષ પટેલ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ રાજ્યની યોગી સરકારમાં ચાલી રહેલા ખેંચતાણ વચ્ચે આ બેઠક મહત્વપૂર્ણ છે. બે દિવસ પહેલા અનુપ્રિયા અને આશિષ પટેલે યુપીની યોગી સરકાર પર સીધા પ્રહારો કર્યા હતા અને અનેક આરોપો લગાવ્યા હતા. તેઓએ આરોપ લગાવ્યો હતો કે ઉત્તર પ્રદેશના અધિકારીઓ દ્વારા તેઓને જાણી જોઈને ફસાવવામાં આવી રહ્યા છે.
મીટિંગ પહેલા અનુપ્રિયા પટેલે શનિવારે જેપી નડ્ડા સાથેની પોતાની તસવીર સોશિયલ સાઈટ X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાના નેતૃત્વમાં આયોજિત મંથન શિબિરમાં હાજરી આપીને મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે એક વ્યાપક અને પ્રગતિશીલ યોજના પર ચર્ચા કરવાની તક મળી.
તેમણે લખ્યું છે કે આ પ્રસંગે વરિષ્ઠ નીતિ નિર્માતાઓ અને અમલીકરણ એજન્સીઓએ વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી, જેનો ઉદ્દેશ્ય આરોગ્ય ક્ષેત્રને વધુ સમાવિષ્ટ, સુલભ અને ગુણવત્તાયુક્ત બનાવવાનો છે. આ વિચારમંથન આપણા દેશના સ્વાસ્થ્ય માળખાને મજબૂત અને અપગ્રેડ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
