તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 30th December 2024
વિશ્વ યુદ્ધની આશંકાના વાદળ
રશિયા અને યુક્રેન અને ઇસ્ત્રાઈલ અને હમાસનુ યુધ્ધ અટકે એવું જોવાતું નથી

સંયુક્ત રાષ્ટ્ર સંઘ: એન્થોની ક્લીકને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સભામાં સ્પષ્ટ કહ્યું છે કે, આ સભામાં સૌને ખબર છે કે, કુખ્યાત આતંકી સંગઠન હમાસ, હિજબુલ્લા અને ફિલિસ્તીન ઈસ્લામિક જીહાદને અનેક વર્ષોથી ઈરાન પ્રત્યક્ષ તથા પરોક્ષ રૂપે આર્થિક, સામરિક સહાયતા કરી ઈસ્ત્રાઈલનો વિરોધ કરાવતું આવી રહ્યું છે. જો બાઈડન જતાં જતાં યુક્રેનને સામરિક તથા આર્થિક મદદનું પેકૈજ આપીને રશિયા વિરૂદ્ધ વિશ્વ યુદ્ધની ચિનગારી ભડકાવીને જઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા પછી પણ રશિયા અને યુક્રેન અને ઇસ્ત્રાઈલ અને હમાસનુ યુધ્ધ અટકે એવું કાંઈ જોવા મળતું નથી. રશિયા અને યુક્રેના યુધધને ૨ વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે. જ્યારે ઈસ્ત્રાઈલ-હમાસ અને ફિલિસ્તીન યુધ્ધને પણ એક વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે. અમેરિકા અને યુરોપિય દેશ યુક્રેનને આર્થિક તથા સામરિક મદદ કરીને વિશ્વ યુદ્ધની આશંકાને બનાવી રાખ્યુ છે. આ દેશ યુક્રેનને રશિયા વિરુદ્ધ સતત ભડકાવી રહ્યું છે અને આવા જ કારણોસર વિશ્વ યુદ્ધની ભીષણ વિભીષિકાથી ઇનકાર કરી શકાય તેમ નથી. એવી જ રીતે ચીન તાઈવાન પર કબજો જમાવવા માંગે છે, પરંતુ ચીનની સામે અમેરિકા પડ્યું છે. ભારતે પણ હમાસ-ઇઝરાઇલ યુદ્ધથી સાવધ રહેવાની જરૂર છે, કારણ આપણો પડોશી પાકિસ્તાન પણ હમાસ જેવા આતંકવાદિને ઘણા સમયથી શરણ આપી રહ્યું છે. તેઓ ગમે ત્યારે આતંકવાદીઓના માધ્યમથી ભારતમાં હુમલા કરી શકે છે
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
