News of Friday, 27th December 2024
ડૉ. મનમોહન સિંઘનું અવસાન અત્યંત દુખદ : ભારતીય રાજનીતિ માટે મોટી ખોટ:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
નાણામંત્રી અને વડાપ્રધાન તરીકે તેમણે દેશના શાસનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને નમ્ર શ્રદ્ધાંજલિ!

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડતા તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા ઉત્તર[પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે પૂર્વ વડા પ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંઘનું અવસાન અત્યંત દુખદ છે અને ભારતીય રાજનીતિ માટે અપુરતી ખોટ છે. નાણામંત્રી અને વડાપ્રધાન તરીકે તેમણે દેશના શાસનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને નમ્ર શ્રદ્ધાંજલિ! ભગવાન શ્રી રામ મૃત આત્માને મોક્ષ આપે અને તેમના શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને સમર્થકોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
