<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ભારતમાં આર્થિક ક્રાંતિ અને પ્રગતિશીલ ફેરફારો લાવ્યા તે માટે હંમેશા યાદ કરાશેઃરોબર્ટ વાડ્રાએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગુરુવારે રાત્રે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. મોડી સાંજે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાથી તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી

     કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ ટ્વીટ કર્યું, "વડાપ્રધાન મનમોહન સિંહ જીના નિધન વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. અમારા રાષ્ટ્રની સેવા કરવા બદલ તમારો આભાર. તમે ભારતમાં જે આર્થિક ક્રાંતિ અને પ્રગતિશીલ ફેરફારો લાવ્યા તે માટે તમને હંમેશા યાદ કરવામાં આવશે."

(10:44 PM IST)