<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

દેશે એક અજોડ વડાપ્રધાન, શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી અને એક મહાન માનવી ગુમાવ્યા :સાંસદ પપ્પૂ યાદવે શ્રદ્ધાંજલિ આપી

ડૉ. મનમોહન સિંઘનું નિધન એ દેશની ખોટ છે અને મારી અંગત ખોટ છે! ઈતિહાસ તેમના યોગદાનને સુવર્ણ અક્ષરે નોંધશે

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગુરુવારે રાત્રે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. મોડી સાંજે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાથી તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી

સાંસદ પપ્પુ યાદવે ટ્વીટ કર્યું - દેશે એક અજોડ વડાપ્રધાન, શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી અને એક મહાન માનવી ગુમાવ્યા છે. ડૉ. મનમોહન સિંઘનું નિધન એ દેશની ખોટ છે અને મારી અંગત ખોટ છે! ઈતિહાસ તેમના યોગદાનને સુવર્ણ અક્ષરે નોંધશે! મારી ઊંડી સંવેદના તેમના પ્રિયજનો સાથે છે! સરદાર સાહેબને છેલ્લી સલામ!

(11:31 PM IST)