News of Thursday, 26th December 2024
પ્રિયંકા ગાંધી એઈમ્સ પહોંચ્યા: રાહુલ ગાંધી અને ખડગે બેલગવીથી દિલ્હી પરત ફર્યા
હોસ્પિટલની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ : કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલે હજુ સુધી તેમની તબિયત અંગે કોઈ વિગતો જાહેર કરી નથી. હોસ્પિટલની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. અંદર કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી એઈમ્સ પહોંચ્યા છે. તે જ સમયે, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બેલગવીથી દિલ્હી પરત ફરી રહ્યા છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
