News of Thursday, 26th December 2024
કોંગ્રેસ હંમેશા લોકોમાં ભ્રમ પેદા કરવા પ્રયાસ કરે છે.ક્યારેય ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું નથી: શિવરાજસિંહ ચૌહાણ
પીએમ મોદી સ્વામિત્વ યોજના લઈને આવ્યા:જમીન માલિકને માલિકી હક્ક આપવા માટે આ યોજનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે

જોધપુર : કોંગ્રેસે ક્યારેય ખેડૂતોના કલ્યાણ માટે કોઈ કામ કર્યું નથી તેમ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ જણાવ્યું હતું રાજસ્થાનના જોધપુર પહોંચેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, 'હું પીએમ મોદીનો આભાર માનું છું, કારણ કે તેઓ લોકોના મૂળભૂત મુદ્દાને સમજે છે. લોકો પાસે જમીનની માલિકી હતી, પરંતુ તેમની પાસે માલિકી સાબિત કરવા માટેના રેકોર્ડ નહોતા – જેના કારણે તેઓ જમીનનો ઉપયોગ તેમની મિલકત તરીકે કરી શકતા ન હતા. આ સમસ્યાના ઉકેલ માટે પીએમ મોદી સ્વામિત્વ યોજના લઈને આવ્યા હતા. જમીન માલિકને માલિકી હક્ક આપવા માટે આ યોજનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ હંમેશા લોકોમાં ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરે છે. તેમણે ક્યારેય ખેડૂતોના કલ્યાણ માટે કોઈ કામ કર્યું નથી.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
