News of Thursday, 26th December 2024
વર્ષ 2025માં સોનાના ભાવ રૂપિયા 85000ને પાર થઈ શકે
ચીન, રશિયા તથા તુર્કી જેવા દેશોમાં સોનાની માંગ વધી :ભારતમાં મધ્યસ્થ બેન્કે વર્ષ 2024માં સોનાનો રિઝર્વ વધાર્યો: આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ઔંસદીઠ ભાવ 3,000ની સપાટી કુદાવે તેવી શક્યતા

નવી દિલ્હી : સોના માટે વર્ષ 2024 શાનદાર વર્ષ રહ્યું છે ત્યારે નવું વર્ષ એટલે કે વર્ષ 2025માં પણ સોનાના ભાવમાં તેજીની આગેકૂચ જળવાય તેવી પ્રબળ શક્યતા છે.
બજારના નિષ્ણાતોનું માનવું છે કે સ્થાનિક બજારોમાં સોનાના ભાવ રૂપિયા 85000ને પાર થઈ શકે છે જ્યારે આગામી 2 વર્ષમાં આ કિંમત રૂપિયા 85000ને પાર થાય તેવી શક્યતા છે.બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ઔંસદીઠ ભાવ 3,000ની સપાટી કુદાવે તેવી શક્યતા છે.
ખાસ કરીને ભૂ-રાજકિય જોખમો, મધ્યસ્થ બેન્કો તરફથી કિમતી ધાતુની ખરીદીનું વલણ, વિવિધ દેશોની મધ્યસ્થ બેન્કોની નાણાં નીતિ વગેરે સોનાના ભાવને અસર કરી શકે છે.
મધ્ય-પૂર્વમાં તણાવભરી સ્થિતિ પ્રવર્તિ રહી છે ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધની પણ સોનાના ભાવ પર વર્ષ 2025 દરમિયાન અસર રહેશે. આ ઉપરાંત અમેરિકા તરફથી નવા વર્ષમાં ટ્રેડ વોર શરૂ થાય છે તો એક સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ રોકાણકારોનું વલણ વધી શકે છે.
RBI સહિતની મધ્યસ્થ બેન્કો પણ સોનાની ખરીદી કરી રહી છે. રોયટર્સના એક અહેવાલ પ્રમાણે બેન્કો તરફથી વાર્ષિક ધોરણે સોનાની 1000 ટન જેટલી ખરીદી કરી છે.
ચીન, રશિયા તથા તુર્કી જેવા દેશોમાં પણ સોનાની માંગ વધી છે તો ભારતમાં મધ્યસ્થ બેન્કે પણ વર્ષ 2024માં સોનાનો રિઝર્વ વધાર્યો છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
