<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

મહારાષ્ટ્રમાં ATSનો સપાટોઃ ગેરકાયદે રહેતા ૧૭ બાંગ્‍લાદેશીઓની ધરપકડ

પકડાયેલ ૧૭માં ૧૪ પુરૂષો તથા ૩સ્ત્રીઓઃ નકલી આધાર કાર્ડ-લાયસન્‍સ મળ્‍યા

મુંબઈ, તા. ૨૬ ATS એ મહારાષ્‍ટ્રના ચાર શહેરોમાં ગેરકાયદેસર રીતે રહેતા ૧૭ બાંગ્‍લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. વિશેષ અભિયાનના ભાગરૂપે આ ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્‍યું હતું. એટીએસએ સ્‍થાનિક પોલીસની મદદથી આ અઠવાડિયે મુંબઈ, નવી મુંબઈ, થાણે અને નાસિક શહેરોમાં ઓપરેશન હાથ ધર્યું હતું.

પરવાનગી વિના ભારતમાં પ્રવેશ કરવા અને માન્‍ય દસ્‍તાવેજો વિના દેશમાં રહેવા બદલ ૧૭ બાંગ્‍લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં ૧૪ પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. વિદેશી અધિનિયમ અને અન્‍ય સંબંધિત કાયદા હેઠળ આરોપી સામે દસ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્‍યા હતા. તેમની પાસેથી નકલી આધાર કાર્ડ, લાયસન્‍સ મળી આવ્‍યા હતા.

મહારાષ્ટ્ર એટીએસએ મુંબઈ, પૂણે, થાણે, નાસિક અને અન્‍ય કેટલાક શહેરોમાં દરોડા પાડ્‍યા હતા. મુંબઈ પોલીસની મદદથી વિશેષ અભિયાનના પગલે આ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન પછી મહારાષ્ટ્ર એટીએસને મોટી સફળતા મળી હતી. બાંગ્‍લાદેશીઓ કેટલા સમયથી રહેતા હતા, તેઓ કેવી રીતે આવ્‍યા અને કોણે બોગસ દસ્‍તાવેજ બનાવી આપ્‍યા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી

(3:11 PM IST)