<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ઇન્‍કમટેકસ રિટર્નના આધારે જીએસટીની નોટીસ માન્‍ય ગણવામાં આવશે નહીં

ડેટા આપ-લેના કરાર હેઠળ વેપારીની વિગતોની પરસ્‍પર વહેંચણી કરાશે : ગુજરાત અને કોલકાતા હાઇકોર્ટે વેપારીના હિતમાં ચુકાદો આપતા હજારો કરદાતાઓને રાહત

નવી દિલ્‍હી, તા., ર૬: ઇન્‍કમટેક્‍સ રિટર્નમાં વેપારીએ આવકની જે વિગતો દર્શાવી હોય તેના કરતાં ઓછી આવક જીએસટીમાં દર્શાવી હોય તો વિભાગ દ્વારા નોટિસ આપીને ટેક્‍સ ભરવા માટે તાકીદ કરી હતી. જોકે આ અંગે વેપારીએ હાઈકોર્ટમાં રિટ પિટિશન કરતા હાઇકોર્ટે પણ આ રીતે આપવામાં આવેલી નોટિસ આપી શકાય નહીં તેવો ચુકાદો આપ્‍યો છે. તેના કારણે હજજારો કરદાતાઓને રાહત થવાની છે.

જીએસટી, ઈન્‍કમટેક્‍સ, ડીઆરઆઈ, કસ્‍ટમ સહિતની એજન્‍સીઓ વચ્‍ચે કરાર કરવામાં આવ્‍યા હતા. તે હેઠળ એકબીજા વિભાગ દ્વારા કર વસૂલાત માટેની કાર્યવાહી કરવામાં આવ્‍યા બાદ અન્‍ય વિભાગને તેની જાણકારી આપવાની રહેશે, કારણ કે એક વિભાગ દ્વારા કર વસૂલાત કરવામાં આવ્‍યા પછી અન્‍ય વિભાગને પણ નિયમ ઙ્કમાણે કર વસૂલાત કરવામાં આવે તો સરકારને તેની આવક થઈ શકે. આ માટે કોઇ પણ વિભાગ દ્વારા સર્ચ અને સરવેની કામગીરી કરતી વખતે કરચોરી મળી આવે તો પોતાના વિભાગ દ્વારા

કર વસૂલાત કરવામાં આવ્‍યા પછી અન્‍ય વિભાગને તેની જાણકારી આપી દે છે.

 તેવી જ રીતે જીએસટી રિટર્ન અને ઇન્‍કમટેક્‍સ રિટર્નની વિગતો પણ એકબીજાના વિભાગને આપ-લે કરી દેવામાં આવતી હોય છે. આ ડેટાના આધારે ઇન્‍કમટેક્‍સ વિભાગે અને ત્‍યારબાદ જીએસટી વિભાગે અનેક કરદાતાઓને ઓછો ટેક્‍સ ભરપાઈ કર્યો હોવાની નોટિસ આપી હતી, કારણ કે તેઓના ડેટાના આધારે કેટલાક કરદાતાઓએ ઈન્‍કમટેક્‍સ રિટર્નમાં આવક વધુ દર્શાવી હોવા છતાં જીએસટી રિટર્નમાં તેની વિગતો રજૂ કરી નહીં હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું. આવા કરદાતાઓને જીએસટી વિભાગે નોટિસ મોકલીને તાકીદે જીએસટી ભરપાઈ કરવા માટે અલ્‍ટિમેટમ આપ્‍યું હતું. તે આધારે ગુજરાત અને કોલકાતા હાઈકોર્ટમાં અલગ અલગ વેપારીએ રિટ પિટિશન કરી હતી. આ પિટિશનની સુનાવણીમાં ઈન્‍કમટેક્‍સ વિભાગના ડેટાના આધારે જીએસટીની આપેલી નોટિસ માન્‍ય ગણવામાં આવશે નહીં તેવો ચુકાદો આપ્‍યો છે. તેના કારણે હજ્‍જારો કરદાતાઓને રાહત થઇ છે.

(2:29 PM IST)