News of Thursday, 26th December 2024
કલાકો સુધી એરટેલ ડાઉન :યુઝર્સ પરેશાન : કૉલથી લઇને ઇન્ટરનેટ સુધીની સેવાઓ ઠપ્પ
આઉટેજને કારણે વાઈફાઈ અને બ્રોડબેન્ડ સેવાઓ પણ પ્રભાવિત:કંપનીના કરોડો યુઝર્સને આંચકો લાગ્યો

નવી દિલ્હી : દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની Airtel આઉટેજનો શિકાર બની છે. યૂઝર્સ Airtel ડાઉન હોવાને લઈને રિપોર્ટ કરી રહ્યા છે. Airtel યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ ઇન્ટરનેટ અને કોલિંગમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યૂઝર્સ X પર આ વિશે ફરિયાદ કરી રહ્યા છે.
Airtel યુઝર્સ અનુસાર, આઉટેજને કારણે વાઈફાઈ અને બ્રોડબેન્ડ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. તેનાથી કંપનીના કરોડો યુઝર્સને આંચકો લાગ્યો છે. અમદાવાદ સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાંથી લોકો ફરિયાદ કરી રહ્યા છે કે Airtel સર્વિસ કામ કરી રહી નથી. યુઝર્સે દાવો કર્યો છે કે તેઓ Airtel નેટવર્કથી કોલ પણ કરી શકતા નથી. જોકે, મોટાભાગના યુઝર્સ ઇન્ટરનેટ કામ કરતું ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
DownDetector પર પણ યૂઝર્સ આ આઉટેજ વિશે ફરિયાદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે DownDetector આઉટેજ રિપોર્ટ કરનારી સાઇટ છે. સવારથી જ Airtel યુઝર્સ તેના ડાઉન હોવાનો રિપોર્ટ કરી રહ્યા છે. જો કે, ડાઉન ડિટેક્ટર મુજબ, સવારે 10:30 વાગ્યાથી યૂઝર્સની સંખ્યા વધવા લાગી. Airtel ડાઉન વિશે હજારો યૂઝર્સે રિપોર્ટ કર્યું છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
