News of Thursday, 26th December 2024
તહેવારો પછી ક્રેડિટ કાર્ડથી થતા ખર્ચમાં ભારે ઘટાડો : ખર્ચ કરવાની ઇચ્છા કે ક્ષમતામાં ઘટાડો
ઓકટોબરમાં ક્રેડિટ કાર્ડથી ૨-૦૨ લાખ કરોડ ખર્ચ થયો હતો નવે.માં ૧૬%નો ઘટાડો

નવી દિલ્હી, તા.૨૬: આ વર્ષે નવેમ્બરમાં લોકોના ક્રેડિટ કાર્ડના ખર્ચમાં ૧૬ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. હવે આ ખર્ચ ઘટીને માત્ર ૧.૭૦ લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. ઓક્ટોબરમાં બેંકોને ક્રેડિટ કાર્ડથી રેકોર્ડ ૨.૦૨ લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. તેનું કારણ એ હતું કે ઓક્ટોબર મહિનો તહેવારોનો મહિનો છે. પરંતુ દિવાળી પછી લોકોના ક્રેડિટ કાર્ડના ખર્ચમાં ઘટાડો થયો છે. જોકે ગયા વર્ષના નવેમ્બરની સરખામણીએ તેમાં ૫ ટકાનો વધારો થયો છે. પરંતુ એક મહિના પહેલા ૧૩%ના વધારાની સરખામણીમાં આ ઘણું ઓછું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા પરથી આ માહિતી સામે આવી છે.
InCred ઇક્વિટીઝના સંશોધન વિશ્લેષક મેઘના લુથરા કહે છે કે ઓક્ટોબરમાં તહેવારોના સારા વેચાણ પછી નવેમ્બર ૨૦૨૪માં ક્રેડિટ કાર્ડ ખર્ચમાં ઘટાડો થયો છે. પોઈન્ટ ઓફ સેલ (PoS) વ્યવહારોમાં ૧૪% ઘટાડો થયો છે. જ્યારે મહિને ઓનલાઈન ખર્ચમાં ૧૭.૫%નો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે તહેવારોને કારણે ખર્ચ પહેલેથી જ ઘણો વધારે હતો, તેથી આ અપેક્ષા મુજબ છે. આગળ શું થાય છે તે જોવા માટે અમે આગામી મહિનાઓમાં આ વલણ પર નજર રાખીશું. ભારતની ત્રીજી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક, એક્સિસ બેંકે નવેમ્બરમાં ક્રેડિટ કાર્ડ ખર્ચમાં સૌથી મોટો ઘટાડો (લગભગ ૨૪%) જોયો હતો. SBI કાર્ડ્સ અને કોટક મહિન્દ્રા બેક્ર ક્રેડિટ કાર્ડ્સ પરના ખર્ચમાં અનુક્રમે ૨૧% અને ૧૬.૮%નો ઘટાડો થયો છે. ઑક્ટોબરની સરખામણીમાં વ્યવહારોની સંખ્યામાં ૯.૧% ઘટાડો થયો છે.
IDBI કેપિટલના વિશ્લેષક બંટી ચાવલાના જણાવ્યા અનુસાર, ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણીમાં વિલંબને કારણે નજીકના ભવિષ્યમાં નવા કાર્ડ ઉમેરવાની ગતિ ધીમી થવાની ધારણા છે. નવેમ્બરમાં HDFC બેંકનો બજાર હિસ્સો દર મહિને ૩૦ બેસિસ પોઈન્ટ્સ વધ્યો હતો, જ્યારે લ્ગ્ત્ કાર્ડ્સનો બજારહિસ્સો ૯૦ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. ત્ઘ્ત્ઘ્ત્ બેક્રમાં ૨૦ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. તે જ સમયે, એક્સિસ બેંકનો માર્કેટ શેર ૧૨૦ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. ઇન્ડસઇન્ડ બેક્રે તેનો બજાર હિસ્સો ૫૦ બેસિસ પોઇન્ટ વધાર્યો છે.
બેંકો પણ નવા કાર્ડ ઈશ્યુ કરવામાં સાવધાન થઈ રહી છે. નવેમ્બરમાં માત્ર ૩૫૦,૦૦૦ નવા કાર્ડ ઉમેરવામાં આવ્યા હતા, જે ઑક્ટોબરમાં ૭૮૦,૦૦૦ કરતાં અડધા કરતાં ઓછા હતા. ગયા વર્ષની સરખામણીમાં નવા કાર્ડ્સમાં ૭૩% ઘટાડો થયો છે. નવેમ્બરના અંતે સક્રિય ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા ૧૦.૭૨ કરોડ હતી. તેનું કારણ એ છે કે ક્રેડિટ કાર્ડ જારી કરતી કંપનીઓ પ્રીમિયમ કાર્ડ પર ધ્યાન આપી રહી છે.
તહેવારો પછી ખર્ચમાં તીવ્ર ઘટાડો દર્શાવે છે કે ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતા અથવા ઇચ્છા ઘટી રહી છે. તે જ સમયે, ક્રેડિટ કાર્ડના લેણાંમાં વધારો દર્શાવે છે કે લોકો સમયસર તેમની લોન ચૂકવવામાં સક્ષમ નથી, જેના કારણે બેંકો પણ નવા કાર્ડ જારી કરવામાં સાવચેતી રાખી રહી છે. એકંદરે, આ નબળા પડતા ગ્રાહક બજાર અને આર્થિક અનિશ્ચિતતા દર્શાવે છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
