News of Thursday, 26th December 2024
ભાજપને ૨૨૪૪ કરોડ તો કોંગ્રેસને મળ્યું ૨૮૯ કરોડનું દાન
ચૂંટણી પંચે જાહેર કરી વિગતોઃ કોંગ્રેસ કરતાં વધુ દાન મળ્યું BRSનેઃ આ વર્ષે ભાજપને કોંગ્રેસ કરતાં ૭૭૬.૮૨% વધુ ડોનેશન મળ્યું : ચાલુ વર્ષે તેલંગણાના પૂર્વ સીઆર ચંદ્રશેખર રાવના પક્ષ BRSને ભાજપ પછી સૌથી વધુ પ૮૦ કરોડ મળ્યા

નવી દીલ્હી, તા.૨૬: વર્ષ ૨૦૨૪ લગભગ સમાપ્ત થઈ રહ્યું છે. નવા વર્ષની શરૂઆતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ વર્ષે સૌથી ધનિક રાજકીય પક્ષ કયો છે? વર્ષ ૨૦૨૩-૨૪માં મોટાભાગની પાર્ટીઓને કરોડો રૂપિયાનું દાન મળ્યું છે. આ યાદીમાં ભારતીય જનતા પાર્ટી ટોચ પર છે અને કોંગ્રેસ બીજા સ્થાને છે.આ વર્ષે ભાજપને કોંગ્રેસ કરતાં ૭૭૬.૮૨% વધુ દાન મળ્યું છે. ભાજપને ૨૦૨૩-૨૪માં સૌથી વધુ ૨,૨૪૪ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જયારે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પાર્ટી BRS બીજા સ્થાને હતી, જેને ૫૮૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જયારે કોંગ્રેસ ત્રીજા સ્થાને હતી, જેને ૨૮૯ રૂપિયાનું દાન મળ્યું હતું.
ભાજપે ૨૦૨૩-૨૪માં ટ્રસ્ટો અને કોર્પોરેટ ગૃહોને રૂ. ૨,૨૪૪ કરોડ આપ્યા છે, જે ગયા વર્ષ કરતાં ૩ ગણા વધુ છે. જયારે કોંગ્રેસ પાર્ટીને ગયા વર્ષે ૭૯.૯ કરોડ રૂપિયા મળ્યા હતા જે આ વર્ષે વધીને ૨૮૮.૯ કરોડ રૂપિયા થઈ ગયા છે. આ પક્ષોના ડોનેશનનો રિપોર્ટ પણ ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ ભાજપને રૂ. ૭૨૩.૬ કરોડ અને કોંગ્રેસને રૂ. ૧૫૬.૪ કરોડ પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી મળ્યા છે. આનો અર્થ એ થયો કે ભાજપનું એક તૃતીયાંશ દાન અને કોંગ્રેસનું અડધાથી વધુ દાન પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટમાંથી જ આવ્યું છે. ગયા વર્ષે, પ્રુડન્ટમાં સૌથી વધુ નાણાંનું યોગદાન આપનાર કંપનીઓમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ, મિત્તલ ગ્રૂપ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ૨૦૨૪માં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ દાન આપવા માટે ડાયરેક્ટ ટ્રાન્સફર અથવા ચૂંટણી ટ્રસ્ટના માર્ગનો ઉપયોગ કરવો પડે છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાજપને ૨૧૨્રુ વધુ દાન મળ્યું છે. જોકે આ પહેલીવાર નથી. ૨૦૧૯દ્ગક લોકસભા ચૂંટણી પહેલા પણ ભાજપને ૭૪૨ કરોડ રૂપિયા અને કોંગ્રેસને ૧૪૬.૮ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.
પ્રાદેશિક પક્ષોની વાત કરીએ તો, ૨૦૨૩-૨૪માં BRSને ૪૯૫.૫ કરોડ રૂપિયા, DMKને ૬૦ કરોડ રૂપિયા, YSR કોંગ્રેસને ૧૨૧.૫ કરોડ રૂપિયા અને JMMને રૂપિયા ૧૧.૫ કરોડનું દાન મળ્યું છે. જયારે AAPને ૧૧.૧ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, જે ગયા વર્ષે ૩૭.૧ કરોડ રૂપિયા હતું. આવી સ્થિતિમાં AAPના દાનમાં ઘટાડો થયો છે. તેમજ બસપાને માત્ર ૨૦,૦૦૦ રૂપિયાનું દાન મળ્યું છે.(રર.૩)
કોને કેટલું દાન?
ભાજપ ૨૨૪૪ કરોડ
બીઆરએક પ૮૦ કરોડ
કોંગ્રેસ ૨૮૯ કરોડ
વાઈએમઆરસીપી ૧૮૪ કરોડ
ટીડીપી ૧૦૦ કરોડ
ડીએચકે ૬૦ કરોડ
આપ ૧૧ કરોડ
તૃણમુલ ૬ કરોડ
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
