News of Wednesday, 18th December 2024
અશ્વિનની ઓચિંતી નિવૃતિ
પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માની હાજરીમાં જાહેરાત કરીઃ રવિચંદ્રને ૧૦૬ ટેસ્ટમાં ૫૩૭ વિકેટ લીધી છે : ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત

ભારત તા.૧૮: ભારતના ઓલરાઉન્ડર અને વિશ્વ વિખ્યાત ઓફ બ્રેક બોલર રવીચંદ્રન અશ્વીને પોતાના લાખો ક્રિકેટ ચાહકોને આંચકો આપ્યો છે, નિવૃતિની જાહેરાત કરી છે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી છે. મેચ પછી તે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્મા સાથે આવ્યો હતો. અને પ્રેસ કોન્ફરન્સમાં જ નિવળત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે હું ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવળત્તિ લઈ રહ્યો છું. ભારતીય ટીમ સાથે આજે મારો છેલ્લો દિવસ હતો.
સિરીઝમાં ૧-૧ની બરાબરી સાથે, અશ્વિને એડિલેડમાં બીજી ટેસ્ટમાં પ્રદર્શન કર્યા બાદ નિવળત્તિની જાહેરાત કરી હતી. અનુભવી ઓફ-સ્પિનરને પાંચમા દિવસે ટી-બ્રેક દરમિયાન સિનિયર બેટર અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે ડ્રેસિંગ રૂમમાં લાંબી ચેટ કરતા જોવામાં મળ્યો હતો.
આર. અશ્વિને ૧૦૬ ટેસ્ટમાં ૫૩૭ વિકેટ લીધી છે. અશ્વિને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી ૧૦૬ ટેસ્ટ મેચ રમી છે.
૩૮ વર્ષના અશ્વિનનો આ ત્રીજા ટેસ્ટમાં અને પર્થ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનનો સમાવેશ કરાયો ન હતો. અશ્વિને ભારત માટે ૨૮૭ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૭૬૫ વિકેટ લીધી છે. તેણે ૬ ટેસ્ટ સદી સાથે ૪૩૯૪ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે.
અશ્વિન સોૈથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરમાં કુંબલે પછી બીજા નંબરે છે, કુંબલેએ ૬૧૯ વિકેટો ટેસ્ટમાં લીધી છે, અશ્વીને ટેસ્ટમાં ૩૭ વખત પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. તેની અંદાજીત નેટવર્થ ૧૩૨ કરોડની હોવાનું કહેવાય છે તે ઘણી બ્રાન્ડસ સાથે જોડાયેલો હતો.(૨.૧૯)
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
