<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

હવે વોટ્સએપના ત્રણ લેટેસ્ટ ફીચર્સ: ચેટિંગ અનુભવને વધુ મજેદાર બનશે

વૉઇસ-નોટ ટ્રાન્સક્રિપ્શન, ડ્રાફ્ટ સંદેશાઓ અને ટાઇપિંગ સૂચકનો થશે શાનદાર ઉપયોગ

નવી દિલ્હી :વિશ્વભરના લાખો યુઝર્સની સૌથી પ્રિય ચેટિંગ એપ્લિકેશન છે. યુઝર્સના ચેટિંગ અનુભવને બહેતર બનાવવા માટે કંપની નવા ફીચર્સ પણ લાવતી રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપના નવા ફીચર્સ અંગે સતત સમાચાર આવી રહ્યા છે. આમાંના કેટલાક ફિચર્સ સ્ટેબલ વર્ઝનમાં આવ્યા છે અને કેટલાક હાલમાં બીટા ટેસ્ટિંગ હેઠળ છે. જો તમે પણ વોટ્સએપ યુઝર છો, તો તમને નવા ફીચર્સ ખૂબ ગમશે.   

 

વોટ્સએપનું આ નવું ફીચર યુઝર્સ માટે ખૂબ કામનું છે. આ ફીચરની મદદથી યુઝર્સ રિસીવ થયેલા વોઈસ મેસેજને સાંભળવાને બદલે વાંચી શકશે. જ્યારે વૉઇસ મેસેજ સાંભળવાનું શક્ય ન હોય ત્યારે આ સુવિધા ખૂબ જ ઉપયોગી થશે. ઘણી વખત આપણે એવા લોકોની વચ્ચે હોઈએ છીએ, જ્યાં વૉઇસ મેસેજ વગાડવો થોડો મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં, યુઝર્સ  વૉઇસ-નોટ ટ્રાન્સક્રિપ્શનની મદદથી વૉઇસ મેસેજની સામગ્રીને ટેક્સ્ટમાં જોઈ શકશે. ટ્રાંસ્ક્રિપ્શન સુવિધા હાલમાં અંગ્રેજી, પોર્ટુગીઝ, સ્પેનિશ અને રશિયન ભાષાઓમાં ઓફર કરવામાં આવે છે. કંપની આગામી સમયમાં અન્ય ભાષાઓ માટે પણ તેને રોલઆઉટ કરશે. WhatsApp વૉઇસ સંદેશાઓ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે, જે યુઝર્સ ની ગોપનીયતાને સુરક્ષિત કરે છે. કંપની આગામી થોડા દિવસોમાં આ ફીચર તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરી શકે છે.

 

આ ફીચર યુઝર્સને મેસેજ ટાઈપ કરતી વખતે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ફીચરની મદદથી યુઝર્સ મેસેજને ટાઈપ કરી શકે છે અને તેને મોકલ્યા વગર ડ્રાફ્ટ લેબલ સાથે સેવ કરી શકે છે. ઘણી વખત મેસેજ ટાઈપ કરતી વખતે કોલ આવે છે અથવા તમે કોઈ કામમાં વ્યસ્ત હોવ તો આવી સ્થિતિમાં તમે અડધો ટાઈપ કરેલો મેસેજ મિસ કરી શકો છો. નવું ફીચર આ સમસ્યાને હલ કરે છે અને ટાઈપ કરેલા મેસેજને સેવ કરે છે, જેથી તમે મેસેજને તે જ જગ્યાએથી ટાઈપ કરવાનું શરૂ કરી શકો જ્યાંથી તમે તેને છોડ્યો હતો. 

નવું ટાઈપિંગ સૂચક જૂના 'ટાઈપિંગ' ઇન્ડિકેટરને બદલે છે. હવે તે લુકમાં વધુ સારું લાગે છે. હવે જો કોઈ ટાઈપ કરી રહ્યું છે તો તમને તે યુઝરના પ્રોફાઈલ ફોટો સાથે '...' સિમ્બોલ દેખાશે. આ ફીચર ગ્રુપ ચેટ માટે ખૂબ જ ઉપયોગી છે. તેની મદદથી યુઝર્સને એ જાણવું સરળ બનશે કે ગ્રુપનો કયો મેમ્બર ટાઈપ કરી રહ્યો છે. વ્હોટ્સએપ ધીમે-ધીમે આ ફીચર લાવી રહ્યું છે. કંપની તેને iOS સાથે એન્ડ્રોઇડ ડિવાઇસ માટે રિલીઝ કરશે.

 

(10:19 PM IST)