<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

મણિપુરના નવ જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 7 ડિસેમ્બર સુધી લંબાવાયો

મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 7 ડિસેમ્બરની સાંજે 5:15 વાગ્યા સુધી લાગુ રહેશે

નવી દિલ્હી :મણિપુર સરકારે ગુરુવારે રાજ્યના નવ જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ પરના પ્રતિબંધને 7 ડિસેમ્બર સુધી વધુ બે દિવસ લંબાવ્યો છે. આ માહિતી એક ઓર્ડરમાં આપવામાં આવી છે.

  ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઈમ્ફાલ પશ્ચિમ, ઈમ્ફાલ ઈસ્ટ, કકચિંગ, બિષ્ણુપુર, થૌબલ, ચુરાચંદપુર, કાંગપોકપી, ફેરજાવલ અને જીરીબામમાં મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 7 ડિસેમ્બરની સાંજે 5:15 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.


 

(8:44 PM IST)