<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

પીએમ આવાસ યોજનામાં બોગસ રીતે લાભ લીધો છે તો થઇ શકે છે મોટો દંડ, જાણી લો નિયમો

નવી દિલ્હીઃ પોતાનું એક ઘર હોય એ બધાનું સપનું હોય છે. પોતાનું આ સપનું પુરૃ કરવામા઼ ઘણાં લોકો તન તોડ મહેનત કરે છે. ત્યારે માંડ માંડ એક ઘર લઇ શકે છે. તો ઘણાં લોકો પાસે જીવનભર ઘર ખરીદવા જેટલા પૈસા ભેગા નથી થઇ શકતા.

આવા ગરીબ જરૃરિયાતમંદ લોકો માટે ભારત સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સુવિધા ઉભી કરી છે. આ યોજના હેઠળ સરકાર ગરીબ જરૃરિયાત મંદ લોકોને ઘર ખરીદવા આર્થિક સહાય કરે છે. સરકારે આના માટે કેટલાક નિયમો બનાવેલા છે.

ર૦૧પ માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૃ કરવામાં આવી હતી. સરકાર તરફથી બધા જરૃરિયાતમંદ લોકોને પાકું મકાન અપાવવા માટે આર્થિક સહાય આપવામાં આવતી હોય છે. આ યોજનામાં ઘણાં લોકો ગોટાળો કરવાનો પ્રયાસ પણ કરતા હોય છે.  ઘણા લોકો બોગસ માહિતીના આધારે બોગસ દસ્તાવેજો જોડીને યોજનાનો લાભ લેવા અરજી કરે છે અને એટલું જ નહીં ખોટી રીતે લાભ પણ લઇ લે છે. જણાવી દઇએ આવું કરવું ગેરકાયદેસર છે. અને આવા લોકો પર કાર્યવાહી પણ થઇ શકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર લેવા જે લોકોએ ખોટી રીતે લાભ લીધો હોય, સરકાર દ્વારા તેમને દંડ પણ થઇ શકે છે. ખોટી રીતે યોજનામાં ઘર લેવા માટે જેટલી રકમનો લાભ લીધો હોય એટલો દંડ થઇ શકે છે.

જણાવી દઇએ પ્રધાનમંત્રી આવાસ યોજનામા઼ અલગ અલગ શ્રેણીઓ હેઠળ સરકાર તરફથી લાભ આપવામા઼ આવે છે. સરકારે યોજનામાં લાભાર્થીઓની ચાર શ્રેણીઓ નકકી કરી છે જેમાં ઇડબલ્યુએસ, એલઆઇજી, એમઆઇજી-૧, અને એમઆઇજી-ર શ્રેણી સામેલ છે. આ શ્રેણીઓમાં લાભ લેવા માટે સરકારે વાર્ષિક આવક નકકી કરી છે. જો કોઇ ખોટી રીતે યોજનાનો કોઇપણ શ્રેણીમાં લાભ લે તો એવા લોકો પર સરકાર દંડ પણ કરી શકે છે. જે લાભ લીધેલ રકમ કરતા વધારે પણ હોઇ શકે.

(3:27 PM IST)