<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

ત્રીજી વાર સીએમ પદના શપથ ગ્રહણ કરશે ફડણવીસ :સાંજે ભવ્‍ય શપથ ગ્રહણ સમારોહ

૪૨ હજારથી વધુ લોકો હાજર રહેશેઃ પીએમ મોદી સહિત એનડીનેના તમામ દિગ્‍ગજો રહેશે હાજર લોખંડી સુરક્ષા વ્‍યવસ્‍થાઃ બે ડેપ્‍યુટી સીએમ પણ શપથ લેશે

મુંબઇ, તા.૫: મહારાષ્ટ્રમાં આજે નવા મુખ્‍યમંત્રીની તાજપોશી થવા જઈ રહી છે. મહાવિજયના ૧૨ દિવસ બાદ દેવેન્‍દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે શપથ લેશે. જ્‍યારે એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્‍યુટી સીએમ તરીકે શપથ લેવાની સંભાવના છે.આજે સાંજે ૫:૩૦ વાગ્‍યે, મુંબઈના આઝાદ મેદાનમાં ભવ્‍ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે, તેને યાદગાર બનાવવા માટે, આઝાદ મેદાનની બહારના રસ્‍તાઓ ભાજપ, શિવસેના અને એનસીપીના ઝંડા અને હોર્ડિંગ્‍સથી ઢંકાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી, અમિત શાહ, પાર્ટી અધ્‍યક્ષ જેપી નડ્ડા, કેન્‍દ્ર સરકારના અનેક મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ અને નાયબ મુખ્‍યમંત્રીઓ સહિત કુલ ૭૦ VVIP શપથ સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત શપથ સમારોહમાં ૪૦૦થી વધુ સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્‍યું છે. સમારોહને ઐતિહાસિક બનાવવા માટે આઝાદ મેદાનમાં ૪૦ હજારથી વધુ લોકો પહોંચી શકશે.સીએમની ખુરશી સંભાળતા પહેલા ફડણવીસે સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા હતા અને ત્‍યારબાદ મુંબાદેવીના દર્શન કર્યા હતા.સૂત્રોના જણાવ્‍યા મુજબ આજે બે ડેપ્‍યુટી સીએમ પણ શપથ લેશે.

એવું કહેવામાં આવી રહ્‍યું છે કે મંત્રાલય મહાયુતિના ત્રણ પક્ષો ભાજપ, શિવસેના અને એનસીપી વચ્‍ચે વહેંચાયેલું છે. એવું કહેવામાં આવી રહ્‍યું છે કે ગળહ મંત્રાલય ભાજપ પાસે રહેશે. એવું કહેવામાં આવી રહ્‍યું છે કે ભાજપને ૨૧-૨૨ વિભાગ, શિવસેનાને ૧૨ અને NCPને ૯-૧૦ વિભાગો મળી શકે છે.

શપથ ગ્રહણ સમારોહ માટે તૈયાર કરવામાં આવેલ આમંત્રણ કાર્ડ ખાસ છે. કાર્ડમાં નવા મુખ્‍યમંત્રીનું નામ ‘દેવેન્‍દ્ર સરિતા ગંગાધરરાવ ફડણવીસ' લખેલું છે. સરિતા તેની માતાનું નામ છે અને ગંગાધર તેના પિતાનું નામ છે. આ વખતે, ફડણવીસે ચૂંટણી માટે દાખલ કરેલા સોગંદનામામાં ‘દેવેન્‍દ્ર ગંગાધર ફડણવીસ' લખ્‍યું હતું, ૨૦૧૪ અને ૨૦૧૯માં જ્‍યારે ફડણવીસે મુખ્‍યપ્રધાન તરીકે શપથ લીધા ત્‍યારે તે સમારોહના આમંત્રણ કાર્ડમાં તેમની માતાનું નામ નહોતું.

નવી સરકારનો શપથ ગ્રહણ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં થવાનો છે. ભાજપના નેતા પ્રસાદ લાડે જણાવ્‍યું કે આ કાર્યક્રમમાં ૪૨ હજારથી વધુ લોકો હાજર રહેશે. તેમણે જણાવ્‍યું કે વડાપ્રધાન મોદી, ૯-૧૦ કેન્‍દ્રીય મંત્રીઓ, ૧૯ મુખ્‍યમંત્રીઓ અને નાયબ મુખ્‍યમંત્રી પણ તેમાં ભાગ લેશે. તેમણે કહ્‍યું કે ૪૦ હજાર ભાજપ સમર્થકો માટે ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. બે હજાર વીવીઆઈપી માટે અલગ બેઠક વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અનેક ધર્મગુરુઓ પણ ઉપસ્‍થિત રહેશે.શપથ ગ્રહણ સમારોહ માટે ચુસ્‍ત સુરક્ષા વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્‍યું કે ૪ હજારથી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્‍યા છે. સુરક્ષા વ્‍યવસ્‍થા માટે ૩,૫૦૦ પોલીસકર્મીઓ અને ૫૨૦ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્‍યા છે

 

(3:22 PM IST)