<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

વિશ્વની સૌથી ખરાબ એરલાઇન્‍સમાં ઇન્‍ડીગોનું પણ નામઃ ૧૦૯ એરલાઇન્‍સોમાં ઇન્‍ડીગો ૧૦૩ માં ક્રમે

એર ઇન્‍ડીયા ૬૧ માં નંબરે : સૌથી સારી એરલાઇન્‍સ બ્રસેલ્‍સ એરલાઇન્‍સ અને ત્‍યાર પછી કતાર એરવેઝ

નવિ દિલ્‍હીઃ ભારતીય એરલાઇન્‍સ કંપની ઇન્‍ડીગોને ર૦ર૪ એર હેલ્‍પ ડેસ્‍ક રીપોર્ટમાં વિશ્વની સૌથી ખરાબ એરલાઇન્‍સોમાં સ્‍થાન આપવામાં આવ્‍યું છે. જેણે ૪.૮૦ ના સ્‍કોર સાથે ૧૦૯ માંથી ૧૦૩મું સ્‍થાન મેળવ્‍યું છે. નીચા રેટીંગનું કારણ ગ્રાહકોના અસંતોષ અને ફલાઇટમાં વિક્ષેપના દાવાઓના નબળા સંચાલનને આભારી છે. રેકીંગના જવાબમાં ઇન્‍ડીગોએ રેકીંગ પધ્‍ધતીની ટીકા કરીને કહયું કે આ સર્વેક્ષણ ભારતમાંથી સેમ્‍પલના કદને જાહેર નથી કરતુ જે સર્વેક્ષણની વિશ્વસનીયતા પર શંકા ઉત્‍પન કરે છે.

એર હેલ્‍પ દ્વારા હાથ ધરવામાં આવેલ આ સર્વે વૈશ્વિક સ્‍તરે એર લાઇન્‍સનું મુલ્‍યાંકન, સમયની પાબંદી, સેવાની ગુણવતા, વળતરના દાવાઓના સંચાલન જેવા માપદંડોનો આધાર લઇને કરાયું હતું. જેમાં જાન્‍યુઆરી થી ઓકટોબર સુધીના ડેટાને આવરી લેવાયો હતો. અને પ૪ દેશોના મુસાફરોના ફીડબેકો નો સમાવેશ કરાયો હતો.

એર હેલ્‍પના સીઇઓ ટોમાઝ પાવલિઝિને સમજાવ્‍યું હતુ કે રેકીંગનો ઉદ્‌ેશ એરલાઇન્‍સોને મુસાફરોની પ્રતિસાદને સતત સાંભળવા માટે પ્રોત્‍સાહીત કરવાનો છે, જે એરલાઇન્‍સની કામગીરીનો સ્‍નેપ શોટ પ્રદાન કરે છે. બ્રેસલ્‍સ એરલાઇન્‍સ ૮.૧રના સ્‍કોર સાથે યાદીમાં ટોચ પર છે.

ત્‍યાર બાદ કતાર એરવેઝ (૮.૧૧)અને યુનાઇટેડ એર લાઇન્‍સ (૮.૦૪)છે. ભારતની એકમાત્ર અન્‍ય એરલાઇન એર ઇન્‍ડીયા ૬.૧પના સ્‍કોર સાથે ૬૧મું સ્‍થાન ધરાવે છે.

તો ટયુનીસૈર છેલ્લા ક્રમે એટલેકે ૧૦૯માં સ્‍થાને છે.

ઇન્‍ડીગોએ બુધવારે તેને વિશ્વની સૌથી ખરાબ એરલાઇનમાં સ્‍થાન આપનાર આ સર્વેને રદીયો આપતા કહયું હતુ કે તેણે સમયની પાબંદી બાબતે સતત સારૂ પ્રદર્શન કર્યુ છે. એરલાઇને સર્વેની પધ્‍ધતી અને પારદર્શીતા નો અભાવ હોવાનો દાવો કર્યો હતો.

(2:43 PM IST)