News of Thursday, 5th December 2024
બિશ્નોઇને કહી દઇશ... સલમાનના શુટિંગ સ્થળે અજાણ્યો શખ્સ ઘુસ્યો : ડોનના નામે આપી ધમકી
પોલીસે તરત જ એ વ્યકિતને પકડી લીધો : પુછપરછ શરૂ કરી

દુબઇ, તા.૫: બોલિવૂડ એક્ટર સલમાન ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘સિકંદર' અને ટીવી શો ‘બિગ બોસ ૧૮'ના શૂટિંગમાં વ્યસ્ત છે અને હવે અભિનેતા સાથે જોડાયેલા એક આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક અજાણ્યો વ્યક્તિ કથિત રીતે તેના શૂટિંગ સેટમાં ઘૂસ્યો હતો. આ પછી, જ્યારે તે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી તો તેણે બિશ્નોઇને કહી દઈશ? .પોલીસ હવે શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ માટે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે મુંબઈના ઝોન-૫માં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના શૂટિંગ લોકેશનમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘુસ્યો હતો. આ પછી અધિકારીઓએ તરત જ આના પર કાર્યવાહી કરી. હવે તે વ્યક્તિની ધરપકડ કર્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
દરમિયાન, મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, દાદર પશ્ચિમમાં સલમાન ખાનનું શૂટિંગ ચાલી રહ્યું હતું, જ્યાં એક ચાહક અભિનેતાનું શૂટિંગ જોવા માંગતો હતો, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને ધક્કો માર્યો અને બંને વચ્ચે ઝઘડો થયો. છોકરાએ ગુસ્સામાં બિશ્નોઈનું નામ લીધું, બિશ્નોઈને કહી દઈશ એવું કહ્યું હતું ત્યારબાદ ગાર્ડે પોલીસને બોલાવી અને તેને તેમના હવાલે કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ મુંબઈનો રહેવાસી છે, જો કે હજુ સુધી તેની સાથે કોઈ શંકાસ્પદ બાબત જણાઈ નથી.
તમને જણાવી દઈએ કે સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ઘણી વખત ધમકીઓ મળી ચુકી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ તેની સુરક્ષા પણ પહેલા કરતા વધારી દેવામાં આવી છે. થોડા મહિના પહેલા એક વ્યક્તિએ મુંબઈ ટ્રાફિક પોલીસને મેસેજ કર્યો હતો, જેમાં તે વ્યક્તિએ તેમને ધમકી આપી હતી અને તેમની પાસેથી ૫ કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને માફી માંગી હતી. આ પછી પોલીસે તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે વ્યક્તિ ઝારખંડનો છે. જોકે, બાદમાં વ્યક્તિએ કહ્યું કે આ મેસેજ ભૂલથી મોકલવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે હવે અભિનેતાને ક્કૅ સુરક્ષા આપવામાં આવી છે અને તેના બાંદ્રા ઘર અને પનવેલમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
