<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

મુંબઈના શિવાજી પાર્કમાં દિવંગત કોચ રમાકાંત આચરેકરના સ્મારકનું ઉદ્ઘાટન

ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બૅટ્સમૅન સચિન તેન્ડુલકર, વિનોદ કાંબલી સહિત અન્ય ક્રિકેટરોએ ઉદ્ધઘાટન કર્યું : મનસે અધ્યક્ષ રાજ ઠાકરે પણ જોડાયા

મુંબઈ :ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બૅટ્સમૅન સચિન તેન્ડુલકર, વિનોદ કાંબલી સહિત અન્ય ક્રિકેટરોએ મુંબઈના શિવાજી પાર્કમાં તેમના દિવંગત કોચ રમાકાંત આચરેકરના સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમની સાથે મનસે અધ્યક્ષ રાજ ઠાકરે પણ જોડાયા હતા.

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બૅટ્સમૅન સચિન તેન્ડુલકરે મુંબઈના શિવાજી પાર્ક ખાતે તેમના દિવંગત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરના સ્મારકનું ઉદ્ઘાટન કરવા માટે હાજરી આપી હતી.

 તેન્ડુલકર સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે પણ શિવાજી પાર્કમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

તેન્ડુલકરની હાજરી સાથે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર પ્રવિણ આમરે અને બલવૈંદર સિંહ સંધુ પણ સ્મારકના ઉદ્ઘાટન માટે સામેલ થયા હતા.

સચિન સાથે  રમાકાંત આચરેકરના વધુ એક પ્રખ્યાત વિદ્યાર્થી, વિનોદ કાંબલી પણ આ કાર્યક્રમમાં આવ્યા હતા.

દિવંગત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરના સ્મારકમાં આખી ક્રિકેટ કીટનો સમાવેશ થાય છે. સ્મારકને "ક્રિકેટ દ્રોણાચાર્ય આચરેકર સર" તરીકે લેબલ આપવામાં આવ્યું છે.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને બૉલિંગ કોચ પારસ મ્હામ્બરે પણ અન્ય ક્રિકેટરો અને MNS પ્રમુખ રાજ ઠાકરે સાથે સ્ટેજ પર હાજર હતા.

સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી સ્વર્ગસ્થ રમાકાંત આચરેકરના બે સૌથી પ્રખ્યાત વિદ્યાર્થીઓ છે. આ જોડી સૌપ્રથમ ચર્ચામાં આવી હતી જ્યારે તેઓએ સ્થાનિક સ્તરે 664 રનની પાર્ટનરશિપ કરી હતી.

(12:13 AM IST)