તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
જસ્ટિસ મનમોહન સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત; જસ્ટિસ વિભુ બખરુ દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ મનમોહનને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત તેઓશ્રીએ દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ વિભુ બખરુની નિમણૂક પણ કરી છે.
મુર્મુએ જસ્ટિસ મનમોહન તેમની નવી કાર્યવાહી સંભાળે તે દિવસથી જસ્ટિસ વિભુ બખરુને દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ૨૮ નવેમ્બરે જસ્ટિસ મનમોહનની નિમણૂકની ભલામણ કરી હતી. કૉલેજિયમે જસ્ટિસ બી.આર. ગવઈ, સૂર્યકાન્ત, ઋષિકેશ રોય અને અભય એસ. ઓકાનો પણ સમાવેશ કરેલ.
જસ્ટિસ મનમોહનની ૧૩ માર્ચ, ૨૦૦૮ના રોજ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪થી દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે. કોલેજિયમે જસ્ટિસ મનમોહનની વરિષ્ઠતાને હાઈલાઈટ કરતી વખતે નોંધ્યું હતું કે, "તેઓ હાઈકોર્ટના ન્યાયાધીશોની અખિલ ભારતીય વરિષ્ઠતા યાદીમાં બીજા ક્રમે છે અને દિલ્હી હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે."
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
