News of Tuesday, 3rd December 2024
ભારતીય પોલીસ હવે આંદામાન અને નિકોબારમાં અબજો ડોલરના ડ્રગ્સની જપ્તીમાં એલોન મસ્કની સ્ટારલિંકની ભૂમિકાની તપાસી રહી છે: સેટેલાઇટ સર્વિસ હજુ સુધી શરૂ પણ થઈ નથી, તો પછી ભારતીય દરિયાઈ સરહદમાં દાણચોરોએ તેના ઈન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કર્યો?

એલોન મસ્ક ભારતમાં પોતાનું સેટેલાઇટ ઈન્ટરનેટ લોન્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે તેની સેટેલાઇટ સર્વિસ હજુ સુધી શરૂ પણ થઈ નથી, તો પછી ભારતીય દરિયાઈ સરહદમાં દાણચોરોએ તેના ઈન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કર્યો? હવે પોલીસ આ અંગે તપાસ કરવા જઈ રહી છે.
હકીકતમાં, અહીંની પોલીસે તાજેતરમાં કેટલાક દાણચોરોની ધરપકડ કરી છે, જેમની પાસેથી ૪.૨૫ બિલિયન યુએસ ડોલરની કિંમતની ડ્રગ્સ મળી આવી છે. ત્યારથી, એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાન કરતી કંપની સ્ટારલિંક પ્રશ્નો અને જવાબોના દાયરામાં આવી ગઈ છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓની પોલીસે બોટ અને ૬ હજાર કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા મ્યાનમારના દાણચોરોની પૂછપરછ કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ સ્ટારલિંકના ઇન્ટરનેટની મદદથી ભારતીય સરહદ સુધી પહોંચ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દાણચોરોએ સ્ટારલિંકના સેટેલાઇટ ઇન્ટરનેટ ડિવાઇસનો ઉપયોગ કર્યો છે, જેના પછી આંદામાન અને નિકોબાર આઇલેન્ડ પોલીસે એલોન મસ્કની સ્ટારલિંકની પૂછપરછ કરવાનું નક્કી કર્યું છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
