તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૪ શુક્રવાર
News of Tuesday, 3rd December 2024
યુરોપિયન સ્પેસ એજન્સીનું પ્રોબા-૩ મિશન આવતીકાલે બુધવારે સાંજે ચાર વાગે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે

યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબા-૩ મિશનને આવતીકાલે બુધવારે સાંજે ૪ વાગ્યે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ સંદર્ભમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ આજે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં આની જાહેરાત કરી હતી.
"એનએસઆઈએલ ની આગેવાની હેઠળ અને ઈસરો દ્વારા ચલાવવામાં આવેલ આ મિશન, ઈએસએ ના પ્રોબા-૩ ઉપગ્રહોને એક અનન્ય ભ્રમણકક્ષામાં લોન્ચ કરશે, જે વૈશ્વિક અવકાશ સંશોધનમાં ભારતના વધતા યોગદાનને પ્રતિબિંબિત કરશે."
ISROએ જણાવ્યું હતું કે આ ઉપગ્રહોનું પ્રક્ષેપણ ૪ ડિસેમ્બરે સાંજે ૪.૦૬ વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થશે. આ મિશનમાં, પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (પી એસ એલ વી) સી-૫૯ લગભગ ૫૫૦ કિગ્રા - અડધા ટન વજનના ઉપગ્રહોને અત્યંત લંબગોળ ભ્રમણકક્ષામાં લઈ જશે.
પ્રોબા-૩ મિશન એ યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા "ઇન-ઓર્બિટ ડેમોન્સ્ટ્રેશન મિશન" છે. 'પ્રોબા-3' સૂર્યના વાતાવરણના સૌથી બહારના અને સૌથી ગરમ સ્તરનો અભ્યાસ કરશે.
ઇસરો આવતીકાલે ૪ ડિસેમ્બરે શ્રીહરિકોટાથી પીએસએલવી-સી૫૯/પ્રોબા-૩ મિશન લોન્ચ કરશે. યુરોપિયન સ્પેસ એજન્સીના સહયોગથી આ મિશનનો ઉદ્દેશ્ય ઉડ્ડયનની ચોક્સાઈનો ઉપયોગ કરીને સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવાનો છે.
ઈસરોના જણાવ્યા અનુસાર પ્રોબા-૩ પાસે બે અવકાશયાન હશેઃ ઓકલ્ટર સ્પેસક્રાફ્ટ અને કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ. આ અવકાશયાન "સ્ટૅક્ડ કોન્ફીગ્રેશન"માં લોન્ચ કરાશે અને કૃત્રિમ સૂર્યગ્રહણનું અનુકરણ કરવા માટે સાથે મળીને કામ કરશે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
