News of Tuesday, 3rd December 2024
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની આવતીકાલે ૪ ડિસેમ્બરે જાહેરાત થશે; ફડણવીસ નિશ્ચિત

મહારાષ્ટ્રના નવા સીએમ કોણ હશે તે અંગે પ્રવર્તી રહેલ સસ્પેન્સ આવતીકાલે ૪ ડિસેમ્બરે સમાપ્ત થશે, જ્યારે રાજ્ય ભાજપ ધારાસભ્ય દળ તેના નવા નેતાની પસંદગી કરશે, એમ ભાજપના એક નેતાએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કોણ ? આ પ્રશ્નનો જવાબ હવે દેવેન્દ્ર ફડણવીસ જ છે તેમ સૌ કોઈ જાણતા થઈ ગયા છે, આ સર્વોચ્ચ પદની પસંદગી ફડણવીસના સ્વરૂપે જોવામાં આવી રહેલ છે ત્યારે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના સભ્યો શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવાનું ચાલુ રાખે છે. રાજ્યમાં નવી સરકાર ૫ ડિસેમ્બરે બનવાની છે.
ભાજપ સંસદીય દળની કાલે મળી રહેલ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતા રમણની હાજરીમાં નવા નેતાની પસંદગી જાહેર થશે..
અનુમાન મુજબ ભાજપ પાસે ગૃહ મંત્રાલય સહિત ૨૧-૨૨ મંત્રીઓ હશે. શિવસેના સિંદેના ૧૧-૧૨ મંત્રીઓ અને અજીત પવારના એનસીપીના ૧૦ આસપાસ મંત્રીઓ રહેશે..
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
