News of Tuesday, 3rd December 2024
ઓનલાઈન પાન કાર્ડ કઢાવવા જતાં એક શખ્સને 7 લાખનો ચૂનો લાગ્યો
ઠગબાજોએ બે તબક્કામાં 7.7 લાખ રુપિયા પડાવી લીધાં: ખાતામાંથી પૈસા કપાયા બાદ વૃદ્ધને સમજાયું કે તે છેતરપિંડી છે

નવી દિલ્હી : ઓનલાઈન પાન કાર્ડ કઢાવી રહેલા લોકોએ હવે સાવધ થઈ જવાની જરુર છે. પાન કાર્ડ કઢાવવામા એક શખ્સને 7 લાખથી વધુનો ચૂનો લાગી ગયો હતો. કાનપુરના એક વૃદ્ધ પોતાના પૌત્ર માટે ઓનલાઈન પાન કાર્ડ બનાવી રહ્યા હતા અને આ સમયે છેતરપિંડી કરનારાઓએ તેમની સાથે 7.7 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
ગત 10 નવેમ્બરના રોજ, શર્માએ PAN માટે અરજી કરવા માટે હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો, જે દરમિયાન તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. ઠગબાજોએ બે તબક્કામાં 7.7 લાખ રુપિયા પડાવી લીધાં હતા. ખાતામાંથી પૈસા કપાયા બાદ વૃદ્ધને સમજાયું કે તે છેતરપિંડી છે.
પોલીસને આપેલી તેમની એફઆઈઆરમાં, સુરેશ ચંદ્ર શર્માએ એવો આરોપ લગાવ્યો કે તેમણે તેમના પ્રપૌત્ર કનિષ્ક પાંડે માટે પાન કાર્ડ મેળવવા માટે ઓનલાઈન સર્ચ કર્યું હતું. આ દરમિયાન બે વ્યક્તિઓ અવિનાશ અવસ્થી અને રાજીવ રંજને પોતાની જાતને ગ્રાહક સેવા પ્રતિનિધિ બનીને સામે આવ્યાં હતા અને તેમને કહ્યું કે તેમને પાન કાર્ડ માટે ગેરેંટર તરીકે સેવા આપવાની જરૂર છે. વૃદ્ધ તેમની વાતોમાં આવી ગયાં હતા અને ત્યાર બાદ બેન્ક ખાતાની ડિટેલ્સ મેળવી લીધી હતી અને 10 નવેમ્બરના રોજ, બંનેએ કપટથી શર્માના બે બેંક ખાતામાંથી અનુક્રમે રૂ. 1,40,071 અને રૂ. 6,30,071 ઉપાડી લીધા હતા.
હંમેશા વેબસાઇટ્સ અથવા ગ્રાહક સેવા નંબરોની અધિકૃતતા બે વાર તપાસો. પાન કાર્ડ સંબંધિત સેવાઓ માટે NSDL અથવા UTIITSL જેવા સત્તાવાર સરકારી પોર્ટલનો ઉપયોગ કરો.
- આધાર અથવા પાન કાર્ડની વિગતો અને બેંકિંગ ઓળખપત્રો જેવી સંવેદનશીલ માહિતી કોઈપણ વ્યક્તિ અથવા પ્લેટફોર્મ સાથે શેર કરશો નહીં.
- ગ્રાહક આધાર હોવાનો દાવો કરતા અવાંછિત કૉલ્સ અથવા સંદેશાઓથી સાવચેત રહો.
- શંકાના કિસ્સામાં અથવા જો તમે કોઈ કૌભાંડનો ભોગ બનશો, તો તેની જાણ પોલીસને કરો અથવા સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ cybercrime.gov.in પર કરો.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
