News of Tuesday, 3rd December 2024
ટાઈ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં જતિન ત્રિવેદી ચૂંટાઇ આવ્યા, ગુજરાતમાંથી ગ્લોબલ પ્રતિનીધીત્વ
ગુજરાત રાજ્યમાથી પહેલીવાર જતિન ત્રિવેદી ટાઈ ગ્લોબલ જેવા પ્રતિષ્ઠિત ગ્લોબલ ગ્રુપનું નેતૃત્વ કરશે: ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મુર્તિ, સી. કે. પ્રહલાદ જેવા પ્રતિષ્ઠિત વ્યકિતઓ ટાઇ ગ્લોબલમાં પ્રતિનીધીત્વ કરી ચૂકયા છે.

નવી દિલ્હી :ટાઈ ગ્લોબલ કે જે દુનિયાનું મોટું એન્ટરપ્રિનિયોરશીપ- ઉદ્યોગસાહસિકતાને વિસ્તારતું નેટવર્ક છે તે ગર્વથી જાહેર કરીએ છીએ કે જતિન ત્રિવેદી, કે જેઓ વાય. જે. ત્રિવેદી એન્ડ કંપનીના સીનિયર પાર્ટનર અને ટાઈ અમદાવાદના ભુતપૂર્વ પ્રેસીડેંટ છે, તેઓની ટાઈ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં આવનારા બે વર્ષ માટે નિમણૂક થયેલ છે. તેમનો કાર્યકાળ ૦૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીનો રહેશે. ટાઇ અમદાવાદ અને જતિન ત્રિવેદી માટે આ સિદ્ધિ નોંધપાત્ર અને સીમાચિન્હરૂપ છે. કેમ કે ટાઇ ગ્લોબલ ગુજરાત રાજ્યમાથી પહેલીવાર જતિન ત્રિવેદી ટાઈ ગ્લોબલ જેવા પ્રતિષ્ઠિત ગ્લોબલ ગ્રુપનું નેતૃત્વ કરશે.
આ ખરેખર એવી સિદ્ધિ છે કે શ્રી જતિન ત્રિવેદી નું નામ હરીશ મેહતા, સૌરભ શ્રીવાસ્તવા, નારાયણ મુર્તિ, સી. કે. પ્રહલાદ જેવા અને બીજા ઘણા નોંધપાત્ર અને પ્રતિષ્ઠિત કે જેઓ ટાઇ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટી રહી ચૂક્યા છે અને પોતાની સેવાઓ આપેલ છે તેઓની સાથે સામેલ થયેલ છે. જતિન ત્રિવેદી ગુજરાતના પહેલા એવા વ્યક્તિ છે કે જેઓ ટાઈ ગ્લોબલમાં ટ્રસ્ટી તરીકે સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ટાઈ ગ્લોબલ નું બોર્ડ ઓફ ટ્રસ્ટી ૧૧ સભ્યોનું હોય છે જે દુનિયાના અલગ અલગ દેશોમાથી ચૂંટાયેલા સભ્યોનું હોય છે, કે જેઓ ટાઇના એન્ટરપ્રિનિયોરશીપ પ્રોત્સાહન, માર્ગદર્શન અને ઇનોવેશન માટેના મિશન માટે કટિબદ્ધ છે. આ ટ્રસ્ટી મંડળ ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને ગ્લોબલી એકબીજા સાથે જોડવાનો ખુબજ મોટો રોલ
નિભાવે છે.
જતિન ત્રિવેદી પોતાને ટાઈ ગ્લોબલના ટ્રસ્ટી મંડળમાં ચૂંટાવા માટે જણાવે છે કે આ મારી માટે બહુજ મોટું સન્માન છે કે હું અમદાવાદ અને ગુજરાતને ટાઈ ગ્લોબલના બોર્ડ ઓફ ટ્રસ્ટી તરીકે પ્રતિનિધિત્વ કરીશ. 25 વર્ષના ઉદ્યોગસાહસિક અનુભવ અને ભારતની અનન્ય ક્ષમતાની ઊંડી સમજ સાથે, હું દેશભરમાં ટાઈની હાજરી વધારવા અને વિશ્વભરના પ્રકરણો વચ્ચે સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છું. સાથે મળીને, અમે ઉદ્યોગસાહસિકો માટે એક મજબૂત, વધુ સમાવિષ્ટ વૈશ્વિક નેટવર્ક બનાવી શકીએ છીએ."
ટાઈ અમદાવાદ જતીન ત્રિવેદીને, ટાઈ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં તેમની ઐતિહાસિક ચૂંટણી બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે. શ્રી જતિન ત્રિવેદી અગાઉ વર્ષ 2022 થી વર્ષ 2024 દરમિયાન ટાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી, જે દરમિયાન તેમણે પ્રદેશમાં ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ નેતૃત્વ સંક્રમણ વિશ્વભરના સાહસિકોને સશક્તિકરણ અને પ્રેરણાદાયી બનાવવાની નવી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ટાઈ અમદાવાદના હાલ ના પ્રેસિડેન્ટ ભાવિન એસ. ભગતે જણાવ્યુ છે કે
“ટાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, શ્રી જતિન ત્રિવેદીએ ઇકોસિસ્ટમને ટેકની બહાર વિસ્તારી, યુવા સમાવેશને પ્રોત્સાહન આપ્યું અને સ્થાનિક નેટવર્કમાં 120% વૃદ્ધિ હાંસલ કરી. તાજેતરના વર્ષોમાં તેમની સાથે નજીકથી કામ કર્યા પછી, મેં તેમના નેતૃત્વની અસર જાતે જ જોઈ છે, વૈશ્વિક બોર્ડમાં તેમના નામાંકનને કુદરતી અને યોગ્ય પસંદગી બનાવી છે”
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
