News of Tuesday, 3rd December 2024
મહારાષ્ટ્રના સોલાપુરમાં EVM ઉપર મતદારોને શંકાઃ ગ્રામજનોએ ફરી કર્યુ મતદાન ર્!
આ પ્રક્રિયા ચુંટણી પંચે નહિં પણ ગામવાસીઓએ યોજીઃ મોટાભાગના લોકો એમવીએના સમર્થક

સોલાપુર, તા., ૩: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો ૨૩ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીના પરિણામોના ૧૦ દિવસ બાદ મુખ્યમંત્રીના ચહેરાને લઈને રાજ્યમાં ઉત્તેજના છે. આ દરમિયાન મહારાષ્ટ્રના સોલાપુરમાં ફરી એકવાર મતદાન થવા જઈ રહ્યું છે. આ મતદાન ચૂંટણી પંચ દ્વારા નહીં પરંતુ ગ્રામજનોએ કર્યું છે.
ગ્રામજનોનો દાવો છે કે આ ગામમાં ભાજપને માત્ર ૧૦૦-૧૫૦ વોટ મળી શકે છે, પરંતુ તેમને અહીંથી વધુ વોટ મળ્યા છે. આ જ કારણ છે કે ગ્રામજનો દાન એકત્ર કરી ફરી મતદાન કરી રહ્યા છે. જોકે આ મતદાન અનૌપચારિક રીતે થઈ રહ્યું છે. સોલાપુર પ્રશાસને નોટિસ જારી કરીને ગ્રામજનોને પુનઃ મતદાનથી દૂર રહેવા જણાવ્યું હતું.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
