<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

દેશમાં સોથી વધુ ડીમેટ ખાતા ધરાવતા રાજયોમાં ગુજરાત ત્રીજુઃ ૧.૦૫ કરોડ એકાઉન્‍ટ

વર્ષ ૨૦૨૦માં ૪૬.૬૧ લાખ ખાતા હતાઃ છેલ્લા બે વર્ષમાં ૪૦ ટકા વધ્‍યા

અમદાવાદ તા.૩: કોરોના બાદ શેરબજારમાં રોકાણકારોની સંખ્‍યા સતત વધી રહી છે. ગુજરાતમાં યુનિક ડીમેટ એકાઉન્‍ટ ધારકોની સંખ્‍યા વધીને ૧.૦૫ કરોડ થઇ ગઇ છે. દેશમાં સૌથી વઘુ ડીમેટ એકાઉન્‍ટ ધારકો ધરાવતા રાજ્‍યોમાં ગુજરાત ત્રીજા સ્‍થાને છે.ગુજરાતમાં વર્ષ ૨૦૨૦ દરમિયાન ૪૬.૬૧ લાખ ડીમેટ એકાઉન્‍ટ ધારકો હતા. આ પ્રમાણે કોરોના બાદ ગુજરાતમાં ડીમેટ ધારકોની સંખ્‍યામાં બમણાથી વઘુનો વધારો નોંધાયો છે. છેલ્લા બે વર્ષની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં ડીમેટ ધારકો ૪૦ ટકાથી વધુ વધી ગયા છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાં ૭૩.૨૨ લાખ ડીમેટ એકાઉન્‍ટ ધારકો હતા. શેરબજારમાં લોકો આંધળું રોકાણ કરવાથી ચેતે તેના માટે ગુજરાતમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૪૦૨૩ જેટલા વિવિધ પ્રોગ્રામ યોજાયા હતા અને તેમાં ૩.૧૪ લાખ લોકોએ ભાગ લીધો હતો. ૨૦૨૨-૨૩માં આ પ્રકારના ૧૪૩૯ પ્રોગ્રામમાં ભાગ લેનારા ૫૪૭૬૮ હતા. સમગ્ર દેશમાં ૨૦૨૩-૨૪માં શેરબજારમાં જાગળતિ અંગે યોજાયેલા ૪૩૮૨૬ પ્રોગ્રામમાં ૨૭.૯૩ લાખ લોકોએ ભાગ લીધો હતો.

(3:27 PM IST)