<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

LAC પર સ્‍થિતિ સામાન્‍ય : ચીન સાથે વાતચીત ચાલુ ભારત-ચીન સંબંધો પર લોકસભામાં વિદેશ મંત્રીનું નિવેદન

નવી દિલ્‍હી, તા.૩: લોકસભામાં ચીનના મુદ્દા પર બોલતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્‍યું કે LAC પર સ્‍થિતિ હવે સામાન્‍ય છે. તેમણે કહ્‍યું કે બંને દેશો સ્‍થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રીએ એલએસી પર શાંતિ જાળવવાનો શ્રેય સેનાને આપ્‍યો. વિદેશ મંત્રીએ કહ્‍યું કે શાંતિ પુનઃસ્‍થાપિત કરવા માટે બંને દેશોની સેનાઓ વચ્‍ચે અનેક રાઉન્‍ડની વાતચીત થઈ. તેમણે કહ્‍યું કે અમે આ દિશામાં ચીન સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ જેથી સીમા મુદ્દાના ઉકેલ માટે વાજબી અને પરસ્‍પર સ્‍વીકાર્ય માળખા સુધી પહોંચવામાં આવે.

વિદેશ મંત્રીએ કહ્‍યું કે ૨૦૨૦થી ભારત અને ચીન વચ્‍ચેના સંબંધો અસામાન્‍ય હતા, જ્‍યારે ચીનની કાર્યવાહીને કારણે સરહદી વિસ્‍તારોમાં શાંતિ ભંગ થઈ હતી. એપ્રિલ-મે ૨૦૨૦માં પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકો એકઠા થવાને કારણે અનેક જગ્‍યાએ સંઘર્ષની સ્‍થિતિ સર્જાઈ હતી. વિદેશ મંત્રી જયશંકરે કહ્‍યું કે જૂન ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં તણાવ બાદ ચીન અને ભારત વચ્‍ચે ઘણો તણાવ હતો. આ પછી બંને દેશોની સેના તૈનાત કરવામાં આવી હતી.

(3:26 PM IST)