News of Tuesday, 3rd December 2024
આ વર્ષે ઠંડી સામાન્ય રહેશેઃ કોલ્ડ વેવના દિવસો ઓછા
વર્ષ ૧૯૦૧ પછી આ વર્ષે નવેમ્બર માસ સૌથી ગરમ રહ્યો હતો

નવી દિલ્હી તા. ૩:ભારતીય હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય ઠંડી રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભારતમાં હળવા શિયાળાની સાથે જ શીત લહેરના દિવસો ઘટશે. તેમજ આ સિઝનમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની ધારણા છે.આ વખતે હળવા શિયાળાની આગાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે દેશમાં ૧૯૦૧ પછીનું બીજું સૌથી ગરમ નવેમ્બર નોંધાયું હતું, જ્યારે સરેરાશ મહત્તમ તાપમાન ૨૯.૩૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનના સામાન્ય ૨૮.૭૫ ડિગ્રી કરતા ૦.૬૨૩ ડિગ્રી વધારે છે.
ભારતના હવામાન વિભાગના મહાનિર્દેશક મળત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, શિયાળાની મોસમ (ડિસેમ્બર ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫) દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે.ઙ્ખ આગાહી મુજબ, શિયાળાની ઋતુમાં સામાન્ય પાંચથી છ દિવસની સરખામણીએ આ વખતે શીત લહેરના દિવસો ઓછા રહેવાની ધારણા છે.મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ સિઝનમાં દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શકયતા છે, સિવાય દક્ષિણ દ્વીપકલ્પના ભારતના મોટાભાગના વિસ્તારો, જ્યાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શકયતા છે.
તેમણે કહ્યું, શ્નસામાન્ય રીતે આપણે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન પાંચથી છ દિવસ શીત લહેર જોઇ છે. આ વર્ષે આપણે સરેરાશ કરતાં બેથી ચાર ઓછી શીત લહેર દિવસોની અપેક્ષા રાખી શકીએ છીએ. મહાપાત્રાએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરી નવેમ્બર ગરમ રહેવાનું કારણ છે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
