News of Tuesday, 3rd December 2024
મારવર્ગ વાયરસના કારણે આફ્રિકન દેશ રવાંડામાં ૧૫ના મોત ૧૭ દેશોમાં એલર્ટ
આ વાયરસનો ચેપ લાગવાથી આંખોમાંથી લોહી વહે છે

નવી દિલ્હી, તા.૩: હજી સુધી વિશ્વમાંથી કોવિડનો અંત નથી આવ્યો અને નવા વાયરસ પણ ફેલાઈ રહ્યા છે. આ દિવસોમાં મારબર્ગ વાયરસ આફ્રિકન દેશ રવાંડામાં તબાહી મચાવી રહ્યો છે અને તેના કારણે ૧૫ લોકોના મોત થયા છે. મારબર્ગ વાયરસથી સેંકડો લોકો સંક્રમિત થયા છે અને તેના વધતા જોખમને ધ્યાનમાં રાખીને લગભગ ૧૭ દેશોના પ્રવાસીઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મારબર્ગ વાયરસના કારણે લોકોની આંખોમાંથી લોહી નીકળવા લાગે છે, જેના કારણે તેને બ્લીડિંગ આઈ વાયરસ પણ કહેવામાં આવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ, મારબર્ગ વાયરસ ઇબોલા વાયરસ પરિવાર સાથે સંબંધિત છે, જે વાયરલ હેમરેજિક તાવનું કારણ બને છે. આ વાયરસ લોકોની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને આંતરિક રક્તસ્રાવની સ્થિતિનું કારણ બની શકે છે. મારબર્ગ વાયરસ એક ઝૂનોટિક વાયરસ છે, એટલે કે, તે પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે. તે ફક્ત ચામાચીડિયામાંથી જ ઉદભવે છે અને તેમના લોહી, પેશાબ અથવા લાળના સંપર્ક દ્વારા મનુષ્યોમાં ફેલાય છે. આ વાયરસ ખૂબ જ ખતરનાક છે અને તેનાથી ચેપ લાગવાથી ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે.
WHO અનુસાર, મારબર્ગ વાયરસના લક્ષણો ઇબોલા વાયરસ જેવા છે. જ્યારે આ વાયરસથી ચેપ લાગે છે, ત્યારે લોકો ખૂબ તાવ, ગંભીર માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુઃખાવો, ઉલટી, ગળામાં દુઃખાવો, ચકામા અને ઝાડા જેવી સમસ્યાઓથી પીડાય છે. ગંભીર કિસ્સાઓમાં, આ વાયરસ આંતરિક રક્તસ્રાવ અને અંગ નિષ્ફળતાનું કારણ બની શકે છે, જે લોકોના મળત્યુ તરફ દોરી શકે છે. જો વાયરસનું સંક્રમણ વધુ વધે તો તેનાથી અચાનક વજન ઘટવું, નાક, આંખ, મોં કે યોનિમાંથી લોહી નીકળવું અને માનસિક મૂંઝવણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ વાયરસ સૌપ્રથમ ૧૯૬૧માં જર્મનીના ફ્રેક્રફર્ટમાં જોવા મળ્યો હતો.
નિષ્ણાતોના મતે, મારબર્ગ વાયરસની કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. આ વાયરસનો મળત્યુદર ૨૪% થી ૮૮% સુધીની હોઈ શકે છે. જ્યારે લોકો આ વાયરસથી સંક્રમિત થાય છે, ત્યારે તેમને લક્ષણોના આધારે સારવાર આપવામાં આવે છે. હાલમાં, મારબર્ગ વાયરસની સારવાર રક્ત ઉત્પાદનો, રોગપ્રતિકારક ઉપચાર અને કેટલીક દવાઓ દ્વારા કરવામાં આવે છે. આ વાયરસ માટે હજુ સુધી કોઈ રસી ઉપલબ્ધ નથી, પરંતુ રસી બનાવવાની પ્રક્રિયા પ્રારંભિક તબક્કામાં છે. આવી સ્થિતિમાં, જો તેઓ આ વાયરસથી સંક્રમિત થાય છે, તો તેમની સ્થિતિ ગંભીર બની શકે છે.મારબર્ગ વાયરસ ચેપગ્રસ્ત લોકોના સંપર્ક દ્વારા ફેલાય છે. તે શરીરના પ્રવાહી દ્વારા અન્ય લોકોમાં ફેલાઈ શકે છે. આનાથી પોતાને બચાવવા માટે, મારબર્ગ વાયરસથી સંક્રમિત વિસ્તારોમાં જશો નહીં. સામાજિક અંતર, માસ્કનો ઉપયોગ અને વારંવાર હાથ ધોવાથી આ વાયરસથી બચી શકાય છે. આ સિવાય ચેપગ્રસ્ત વ્યક્તિઓ સાથે સીધો સંપર્ક ટાળો. આ વાયરસથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
