News of Tuesday, 3rd December 2024
બાંગ્લાદેશમાં શાંતિસેના મોકલવી જોઈએ:ટીએમસી સાંસદે લોકસભામાં હિન્દૂ અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો
તેમણે આરોપ લગાવ્યો કે ભારત સરકારે બાંગ્લાદેશના મુદ્દે મૌન સેવી લીધું છે

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં હિન્દૂ લઘુમતી પર અત્યાચાર વધી રહ્યા છે ત્યાંના કટ્ટરપંથીઓ દ્વારા હિન્દૂ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે, આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે લોકસભામાં બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે અસંસ્કારી વર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. અમે ભારત સરકાર પાસે માંગ કરીએ છીએ કે કેન્દ્ર સરકાર સંયુક્ત રાષ્ટ્ર પાસે માંગ કરે કે બાંગ્લાદેશમાં શાંતિ રક્ષા દળ મોકલવામાં આવે. તેમણે આરોપ લગાવ્યો કે ભારત સરકારે બાંગ્લાદેશના મુદ્દે મૌન સેવી લીધું છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
