News of Tuesday, 3rd December 2024
કોંગ્રેસના કાર્યકરો તમિલનાડુમાં રાહતકાર્યમાં મદદ કરે : ચક્રવાતથી બગડેલી સ્થિતિ અંગે રાહુલ ગાંધીની અપીલ
દુર્ઘટના દરમિયાન જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.: રાહુલ ગાંધીનું ટવીટ

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે તમિલનાડુમાં ચક્રવાત ફેંગલના વિનાશકારી સમાચાર છે. આ દુર્ઘટના દરમિયાન જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. જેમના ઘર અને સંપત્તિને નુકસાન થયું છે તેમની સાથે પણ મારી સંવેદના છે. હું રાજ્યના તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને શક્ય હોય ત્યાં રાહત કાર્યમાં વહીવટીતંત્રને મદદ કરે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
