<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

કેરળમાં સ્પીડિંગ કાર બસ સાથે અથડાઈ :5 MBBS સ્ટુડન્ટના મોત

કારમાં સવાર સાત વિદ્યાર્થીઓમાંથી પાંચના ઘટનાસ્થળે જ મોત : કારમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમે મેટલ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો

અલપ્પુઝાઃ કેરળના અલપ્પુઝામાં સોમવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ MBBS વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ વિદ્યાર્થીઓ જે કારમાં મુસાફરી કરી રહ્રયા હતા તે કાર કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસ સાથે અથડાઈ હતી. કાલાકોડ નજીક રાત્રે લગભગ ૧૦ વાગ્યે આ અકસ્માત થયો હતો. આ અથડામણમાં કારને સંપૂર્ણ નુકસાન થયું હતું. કાર તોડી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકો સરકારી મેડિકલ કોલેજના MBBSના વિદ્યાર્થીઓ હતા. કારમાં કુલ સાત લોકો સવાર હતા જેમાંથી પાંચના મોત થયા હતા. બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ માર્ગ પરનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. અકસ્માતના કારણો હજુ જાણવા મળ્યા નથી.મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થી અલપ્પુઝાની ટીડી મેડિકલ કોલેજનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. મૃતકોની ઓળખ લક્ષદ્વીપના દેવનંદન, મુહમ્મદ ઈબ્રાહિમ, આયુષ શાજી, શ્રીદીપ વલસન અને મુહમ્મદ જબ્બાર તરીકે થઈ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે તેની કાર સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. કારમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમે મેટલ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.

તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ પાંચ વિદ્યાર્થીઓને મૃત જાહેર કર્યા. બસને પણ નુકસાન થયું હતું, પરંતુ બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી. ભારે વરસાદના કારણે રોડ પર લપસી જવાની સંભાવના છે. જોકે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે

 

(11:38 AM IST)