News of Tuesday, 3rd December 2024
કોલંબીયામાં ૭ લાખ કરોડનું ડ્રગ્સ ઝડપાયુ
અધધધ....વિશ્વનું સૌથી મોટું એન્ટી ડ્રગ્સ ઓપરેશન : ૪૦૦ની ધરપકડ : ૧૨૮ ટન મારીજુઆના ૨૨૫ ટન કોકેન : ૧૪૦૦ ટન ડ્રગ્સ કબ્જે

કોલંબીયા : વિશ્વના ડ્રગ્સ ઝડપવાના સૌથી મોટા ઓપરેશનમાં કોલંબિયાની આગેવાનીમાં કરાયેલા ઓપરેશનમાં ૧૪૦૦ ટન ડ્રગ્સ ઝડપી લેવાયું છે. આ ડ્રગ્સની બજાર કિંમત ૮૫ અબજ ડોલર (લગભગ રૂપિયા ૭.૧૪ લાખ કરોડ) છે. ૬ અઠવાડિયા સુધી ચાલેલા ઓપરેશનના અંતે કોલંબિયન નાર્કોટિકસ બ્યુરોની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય સત્તાવાળાઓએ ૧૨૮ ટન મારીજુઆના અને ૨૨૫ ટન કોકેઈન સહિત ૧૪૦૦ ટન ડ્રગ્સ ઝડપ્યું છે.
ડ્રગ્સના જથ્થા સાથે ૪૦૦ કરતાં વધારે લોકોની ધરપકડ પણ કરાઈ છે. કોલંબિયન સત્તાવાળાઓએ કોકેઈન અને મારીજુઆના સિવાય બીજાં ક્યાં ડ્રગ્સ ઝડપાયાં તેની વિગતો આપી નથી. પરંતુ કોકેઈન કરતાં પણ મોંઘા ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું તેમણે સ્વીકાર્યું છે. આ ડ્રગ્સ છ સેમી સબમર્સિબલ વેસલ્સમાં ભરીને દક્ષિણ અમેરિકાથી ઓસ્ટ્રેલિયા લઈ જવાતું હતું. કોલંબિયાના પેસિફિક દરિયાકાંઠે આવેલા બંદર શહેર તુમાકોથી આ બોટ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ત્યારથી તેના પર સત્તાવાળાઓની નજર હતી. પહેલી ઓકટોબરથી ૧૪મી નવેમ્બર સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન પકડાયેલા ડ્રગ્સની કિંમત ગણવામાં જ ૧૫ દિવસનો સમય લાગી ગયો છે. 'ઓપરેશન ઓરિયન' નામના ૬ અઠવાડિયાના ઓપરેશન માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, સ્પેન, નેધરલેન્ડ, સહિતના દેશોએ હાથ મિલાવ્યા હતા. આ દેશોનાં હેલિકોપ્ટર્સ, ફાઈટર પ્લેન અને ફ્રીગેટ્?સને કામે લગાડાઈ હતી.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
