News of Tuesday, 3rd December 2024
સંસદમાં રાહુલ અને પ્રિયંકા વચ્ચે ૧૯ સીટોનું અંતર
રાહુલ ગાંધી સીટ નંબર ૪૯૮ પર બેસશે....પ્રિયંકા ગાંધીની બેઠક ચોથી હરોળમાં : સીટ નંબર ૫૧૭ :પીએમ મોદી લોકસભાની સીટ નંબર એક પર રહેશે, જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સીટ નંબર ૨ પર અને ગળહ મંત્રી શાહ સીટ નંબર ૩ પર બેસશે

નવી દિલ્હી, તા.૩: હાલમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ સાથે ૧૮મી લોકસભાની બેઠકોની ગોઠવણીને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીની બેઠકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીની બેઠક ચોથી હરોળમાં કરવામાં આવી છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકાની સીટ વચ્ચે કેટલું અંતર છે?
અત્યાર સુધી ઉપલબ્ધ આ યાદી અનુસાર પીએમ મોદી લોકસભાની સીટ નંબર એક પર રહેશે, જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સીટ નંબર ૨ પર અને ગળહ મંત્રી અમિત શાહ સીટ નંબર ૩ પર બેસશે.
એ જ રીતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને અગાઉ સીટ નંબર ૫૮ ફાળવવામાં આવ્યો હતો પરંતુ સોમવારે જાહેર કરાયેલી સુધારેલી યાદી અનુસાર હવે તેમને સીટ નંબર ચાર આપવામાં આવી છે.
લોકસભામાં કોણ અને કયાં બેસશે? અહીં સંપૂર્ણ યાદી જુઓ
તમને જણાવી દઈએ કે ૨૯ નવેમ્બરના પરિપત્રમાં લોકસભાની સીટો નંબર ચાર અને પાંચ ખાલી રહી હતી પરંતુ તેને નવી યાદીમાં અપડેટ કરવામાં આવી છે. તેવી જ રીતે નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ. જયશંકર, આરોગ્ય મંત્રી જેપી નડ્ડા જેવા ટોચના નેતાઓની બેઠકો ખાલી રહેશે.
વિપક્ષી છાવણીમાંથી કોણ કયાં બેસશે?
વરિષ્ઠ વિપક્ષી નેતાઓની બેઠકો લોકસભાની પ્રથમ હરોળમાં હોવાથી જ રહેશે. કોંગ્રેસના નેતા અને ગળહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સીટ નંબર ૪૯૮ પર બેસશે, જ્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને સીટ નંબર ૩૫૫ અને લોકસભામાં તળણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાયને સીટ નંબર ૩૫૪ ફાળવવામાં આવી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને રાહુલ ગાંધીની બાજુમાં સીટ નંબર ૪૯૭ આપવામાં આવી છે.
આ સિવાય જેમની બેઠકો બદલાઈ છે. તેમાંથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદને લોકસભાની બીજી હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે હવે સીટ નંબર ૩૫૭ પર બેસશે. ૩૫૮ સીટ પર ડિમ્પલ યાદવ તેમની બાજુમાં બેસશે.
પહેલીવાર સાંસદ બનેલા પ્રિયંકા ગાંધીને ચોથી હરોળની બેઠક ફાળવવામાં આવી છે. તે સીટ નંબર ૫૧૭ પર બેસશે. કેરળના કોંગ્રેસ સાંસદ અદૂર પ્રકાશ અને આસામના પાર્ટી સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ તેમની સાથે બેસશે. આ રીતે લોકસભામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સીટો વચ્ચે ૧૯ સીટોનું અંતર છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
