તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 3rd December 2024
GSTમાં ૩૫%નો નવો સ્લેબ : કપડાં, તમાકુ, સિગારેટ, ઠંડા પીણાં વગેરે મોંઘાદાટ થશે
ઘડિયાળો અને શૂઝ પર પણ ટેક્સ વધારવાની ભલામણ : ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ કિંમતના કપડાં પર વધુ GST લાદવાનો પ્રસ્તાવ : હાલમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના સ્લેબ સાથે ચાર-સ્તરના માળખા હેઠળ GST વસૂલવામાં આવે છે

નવી દિલ્હી, તા.૩: કેન્દ્ર સરકાર તમાકુ, તમાકુ ઉત્પાદનો અને ઠંડા પીણા જેવા પીણાં પર ૩૫ ટકાનો નવો GST સ્લેબ લાદી શકે છે. મંત્રીઓના જૂથ (GoM) એ સોમવારે તમાકુ, તમાકુ ઉત્પાદનો અને વાયુયુક્ત પીણાં માટે ૩૫ ટકાના નવા સ્લેબની ભલામણ કરી હતી. હાલમાં, આ ઉત્પાદનો પર ૨૮ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે, જે GSTનો સૌથી વધુ દર પણ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ૨૧ ડિસેમ્બરે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થવાની અપેક્ષા છે. જેસલમેરમાં યોજાનારી બેઠકમાં અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આમાં, મંત્રીઓના જૂથે ચામડાની બેગ, સૌંદર્ય પ્રસાધનો, ઘડિયાળો અને શૂઝ જેવી ઘણી લક્ઝરી વસ્તુઓ પર જીએસટી દર ૧૮ ટકાથી વધારીને ૨૮ ટકા કરવાની ભલામણ કરી છે.
પશ્ચિમ બંગાળના નાણા પ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્ય, ઉત્તર પ્રદેશના નાણા પ્રધાન સુરેશ કુમાર ખન્ના, રાજસ્થાનના આરોગ્ય સેવા પ્રધાન ગજેન્દ્ર સિંહ ખીમસર અને કેરળના નાણા પ્રધાન કેએન બાલાગોપાલે સોમવારે નવી દિલ્હીમાં ત્રીજી અને અંતિમ GoM બેઠકમાં હાજરી આપી હતી.
અહેવાલો અનુસાર, જીઓએમએ GST દરોને તર્કસંગત બનાવવા પર પોતાનો અહેવાલ પૂર્ણ કર્યો છે. તે કાપડ ઉદ્યોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ૧૪૮ વસ્તુઓ પરના કર દરોમાં મોટા ફેરફારોની દરખાસ્ત કરે છે. આ ફેરફારોથી સરકારને વધારાની આવક મળવાની અપેક્ષા છે. GST કાઉન્સિલની આગામી બેઠકમાં તેની સમીક્ષા કરવામાં આવશે.
જીઓએમએ એક સંશોધિત ટેક્સ સ્લેબ માળખું પ્રસ્તાવિત કર્યું છે જે રૂ. ૧,૫૦૦ સુધીની કાપડની વસ્તુઓ માટે ૫ ટકા GST જાળવી રાખે છે. જો કે, તેણે રૂ. ૧,૫૦૦ થી રૂ. ૧૦,૦૦૦ ની વચ્ચેના ઉત્પાદનો પર ટેક્સ વધારીને ૧૮ ટકા કરવાનું સૂચન કર્યું છે.
તે જ સમયે, ઞ્બ્પ્ એ ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ કિંમતના કપડાં પર GST સ્લેબ વધારીને ૨૮ ટકા કરવાની ભલામણ કરી છે. આ પ્રકારના કપડાં લક્ઝરી સામાન જેવા જ ગણાશે. હાલમાં ૧,૦૦૦ રૂપિયા સુધીની કિંમતના કપડા પર ૫ ટકા અને તેનાથી વધુ કિંમતની વસ્તુઓ પર ૧૨ ટકા જીએસટી લાગુ પડે છે.
આવશ્યક ચીજવસ્તુઓ પરના બોજને ઘટાડવાના પ્રયાસરૂપે, જીઓએમએ રૂ. ૧૦,૦૦૦થી ઓછી કિંમતની સાયકલ પરનો GST દર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાનું સૂચન કર્યું છે. આ સિવાય પ્રેક્ટિસ બુક અને ૨૦ લિટરથી વધુ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર પરનો GST અનુક્રમે ૧૨ ટકા અને ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવશે.
હાલમાં GST ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના સ્લેબ સાથે ચાર-સ્તરના માળખા હેઠળ વસૂલવામાં આવે છે. આવશ્યક ચીજવસ્તુઓને છૂટ આપવામાં આવે છે અથવા સૌથી નીચા સ્લેબ પર કર લાદવામાં આવે છે
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
